સાધુઓને પોલીસે ભીડના હવાલે કર્યા, પગલા નહી લેવાય તો નાગા સાધુઓ મહારાષ્ટ્રમાં રેલી કરશે

મુંબઇ,  તા.20 એપ્રિલ 2020, સોમવાર

મહારાષ્ટ્રના પાલઘરમાં બે સાધુઓના મોબ લિન્ચિંગની ગુરુવારે બનેલી ઘટનાનો હવે પર્દાફાશ થયો છે. જેના પગલે સંત સમાજમાં પણ ઉધ્ધવ ઠાકરેની સરકાર સામે નારાજગી જોવા મળી છે.

સંતોના સંગઠન અખાડા પરિષદે કહ્યુ છે કે, મહારાષ્ટ્રમાં રાવણ રાજ ચાલી રહ્યુ છે. જો સરકાર જવાબદાર લોકો સામે પગલા નહી લે તો નાગા સાધુઓની ફોજ મહારાષ્ટ્ર તરફ કૂચ કરશે.

અખીલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરી મહારાજે કહ્યુ હતુ કે, જુના અખાડાના બે સાધુઓની જે રીતે હત્યા કરાઈ તે દર્દનાક છે. સાધુઓને આ રીતે મારનારા મનુષ્ય હોઈ જ ના શકે, તેઓ રાક્ષસ છે.

તેમણે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં હવે રાવણ રાજ છે. જ્યાં સાધુ અને સંતોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહયા છે.હુમલાખોરો રાક્ષસ છે અને તેમને તાત્કાલિક ગોળી મારી દેવી જોઈએ. રાક્ષસોને મારવામાં કોઈ પાપ લાગતુ નથી. પોલીસ પોતે જ સંતોને પકડીને લઈ ગઈ અને ટોળાના હવાલે કરી દીધા હતા. જે પોલીસ કર્મીઓ ત્યાં હાજર હતા તેમને સસ્પેનડ્ કરવામાં આવે જો આવુ નહી થાય તો 3 મે બાદ નાગા સાધુઓ મહારાષ્ટ્ર કૂચ કરશે.

ભાજપના સાંસદ સાક્ષી મહારાષ્ટ્ર પણ આ ઘટના પર ભડક્યા છે. તેમણએ કહ્યુ હતુ કે, પોલીસ પણ ઓછી દોષી નથી. વિડિયોમાં દેખાય છે કે, પોલીસ જ સાધુઓને ભીડના હવાલે કરી રહી છે. પોલીસને ઈજા પહોંચી હોવાની વાત પણ જુઠ્ઠાણુ જ લાગે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3agJsvS
via Latest Gujarati News

Post a Comment

0 Comments