
નવી દિલ્હી, તા. 02 મે 2020, શનિવાર
કોરોના વાઈરસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસથી હવે તેના અંગત નિવાસ સ્થાને પહોંચી ગયો છે. માતોશ્રી બહાર સુરક્ષા ડ્યૂટી પર તૈનાત ત્રણ પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પોલીસ જવાન, સીએમ ઠાકરેના અંગત નિવાસસ્થાનના આઉટર લેયર સિક્યોરિટિમાં તૈનાત હતા.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ પોલીસકર્મી મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટની લોકલ આર્મ્સ યૂનિટમાંથી છે, જો આવી પ્રકારની પોસ્ટિંગને જુએ છે. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માતોશ્રી બહાર તૈનાત ત્રણ પોલીસ જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. મોટાપાયે કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. સાથે જ માતો શ્રી બહાર જે અન્ય જવાન તૈનાત છે તેમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.
સુત્રો પ્રમાણે માતોશ્રીની બહારની સુરક્ષા ડ્યૂટી તૈનાત તમામ જવાનો બદલવાની શક્યતા છે. તેની જગ્યાએ નવો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. જ્યારે તેમને ઘણાં સહયોગીને ક્વોરન્ટીન નથી કરવામાં આવ્યા.
ઉલ્લેખનિય છે કે, આ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મુંબઈ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને તૈનાત બે પોલીસકર્મી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ સાવધાની રાખતા અહીં તૈનાત 6 પોલીસકર્મીઓને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા હતા. મહિલા પોલીસકર્મીઓની રિપોર્ટ આવ્યા બાદ વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35ogb1k
via Latest Gujarati News
0 Comments