
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.2 મે, 2020, શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળાએ માજા મૂકી દીધી છે. દરરોજ દરદીઓની સતત વધતી જતી સંખ્યાને લીધે રાજ્યના નાગરિકોમાં ભયનુ વાતાવરણ છવાઇ ગયું છે. રોગચાળાને નાથવા સરકાર અનેક ઉપોયયોજના કરવા છતાં કોરોના નિયંત્રણમાં આવતો ન હોવાથી વહીવટીકર્તાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. આજે કોરોનાના ન વા ૭૯૦ દરદી નોંધાતા મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યાએ ૧૨ હજારનો આંકડો પાર કરી દીધો છે. એટલે કે ૧૨,૨૯૬ દરદી થયા છે. જ્યારે મુંબઇ પણ કોરોનાના આંતકથી મુંબઇગરામાં ભયનું વાતાવરણ છવાઇ ગયું છે. મુંબઇમાં જે કોરોનાની સંખ્યા ૮,૩૫૯ થઇ છે. જે રાજ્યની કુલ દરદીની સંખ્યામાં એકલા ૭૫ ટકા મુંબઇમાં દરદી છઝે. મુંબઇ અને પુણે રેડ ઝોનમાં છે. એટલે કે હોટસ્પોટ છે.
રાજ્યમાં આજે કોરોના ૩૬ દરદી મૃત્યુ પામ્યા હતા. આથી મરણાંક ૫૨૧ થયો છે. એમ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
બીજી તરફ કોરોનાના દરદીઓ સાજા થવાની સંખ્યા વધી રહી છે. આજે ૧૨૧ દરદી સાજા થતાં તેઓને દિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આથી અત્યાર સુધી રાજ્યમાંથી ૨૦૦૦ જેટલા કોરોના દરદી સાજા થઇને ઘરે જવા દેવાયા હોવાનું રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
આજે મૃત પામેલા ૩૬ દરદી પૈકી ૨૮ પુરુષ અને ૮ મહિલાનો સમાવેશ થાય છે. એમાં મુંબઇમાં ૨૭, પુણેમાં ૩, અમરાવતીમાં ૨, વસઇ- વિરારમાં ૧, અમરાવતી જિલ્લામાં ૧, અને ઔરંગાબાદમાં ૧ દરદીનો સમાવશ થાય છે.
આજે રાજ્યના કોરોના દરદી પૈકી મુંબઇમાં ૮૩૫૧, થાણેમાં ૫૨૪, નવીમુંબઇમાં ૨૦૪, કલ્યાણ- ડોબિંવલીમાં ૧૯૫, મીરા ભાઇંદરમાં ૧૩૯, રાયગઢમાં ૨૭, પનવેલમાં ૪૯, નાશિકમાં ૪૩, માલેગાવમાં ૨૧૯, અહમદનગરમાં ૪૨, જળગાંવમાં ૩૪, પુણેમાં ૧૨૬૭, પિંપરી-ચિંચવડમાં ૭૨, સોલાપુરમાં ૧૦૮, સાતારામાં ૩૬, સાંગલીમાં ૨૯, ઔરંગાબાદ ૨૨૦, હિંગોલીમાં ૩૭, લાતૂરમાં ૨૦, અકોલામાં ૩૭, અમરાવતીમાં ૨૮, યવતમાળમાં ૭૯, બુલઢાણામાં ૨૧, નાગપુરમાં ૧૫૧, અન્ય રાજ્યથી ૨૭ દરદીનો સમાવેશ થાય છે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
મુંબઇમાં કોરોના કહેરમાં આજે કોરોનાના નવા ૫૪૭ દરદી નોંધાતા શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૮૧૭૨ થયો છે. એટલે આઠ હજારનો આંક પાર કર્યો છે. જ્યારે આજે ૨૭ જણે જીવગુમાવ્યો હતો. આથી મુંબઇમાં કોરોનોગ્રસ્તોનો મરણાંક ૩૨૨ થયો છે, એમ મુંબઇ મહાનગર પાલિકા ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.
આજે ૧૩૭ દરદી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા હતા. આથી અત્યાર સુધી ૧૭૦૪ દરદીઓને હોસ્પિટલથી ઘરે જવા દીધા છે, એમ ડો. દક્ષા શાહેએ ઉમેર્યું હતું.
આ સિવાય આજે નવા ૪૮૧ કોરોના શંકાસ્પદ દરદી નોંદાયા હતા. આથી અત્યાર સુધી ૧૦૯૯૫ શંકાસ્પદ દરદીઓને સારવાર અપાઇ છે.
મૃત પામેલા ૨૭ દરદીઓ પૈકી ૨૦ પુરુષ અને ૭ મહિલાનો સમાવેશ થાય છે, એમ ડો. દક્ષાએ જણાવ્યું હતું.
ધારાવીમાં કોરોનાનો કહેરમાં ૧૨૭ દરદી નોંધાતા સંખ્યા વધીને ૪૯૬ થઇ
ધારાવી વિસ્તારમાં કોરોનાના દરદીઓનો વિસ્ફોટ થયો છે. આજે કોરોનાના નવા ૮૯ દરદી નોંધાયા હતા. જ્યારે શુક્રવારે ૩૮ દરદી શિકાર થયા હતા. આથી બે દિવસમાં ૧૨૭ દરદી નોંધાયા હતા. મ ધારાવીમાં અત્યાર સુધી દરદીઓની સંખ્યા ૪૯૬ થઇ છે. અને મરણાંક ૧૮ છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
જ્યારે માહિમમાં આજે ન વા ૧૮ દરદી અને દાદરમાં ૧૩ દરદી નોંધાયા હતા. એમ પાલિકાના આરોગ્ય વિભાગે ઉમેર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35rWru0
via Latest Gujarati News
0 Comments