ભિવંડીથી આજે ત્રીજી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ગોરખપુર જવા રવાનાઃ ૧૨૦૦ મજૂર સવાર



મુંબઈ,તા.2 મે, 2020, શનિવાર

આજે સાંજે  ભિવંડીથી  1200 મજૂરોને લઈને શ્રમિક વિશેષ ટ્રેન ભિવંડીથી ગોરખપુર જવા રવાના થઈ હતી.

આ ટ્રેનમાં માત્ર ભિવંડીમાં રહેતા પરપ્રાંતિય મજૂરોને પ્રવેશ અપાયો હતો. જેમના આઘાર કાર્ડમાં યુપી કે ગોરખપુરનું સરનામું હતું.

આ ટ્રેનમાં ૧૨૦૦ મજૂરોએ મુસાફરી કરી  હતી અને મુસાફરીમાં સોશિયલ ડિસ્ટનિંગના નિયમોનું પાલન કાવાયું હતું. આ ટ્રેન ભિવંડીથી શરૃ થઈ સીધી ગોરખપુર ઊભી રહેશે  એવી માહિતી પણ અપાઈ હતી.

આ મજૂરોને ફોર્મ ભરવા અથવા નજીકનાં પોલીસ સ્ટેશને જઈને ફોર્મ ભરવા જણાવ્યું હતું.  જોકે આ માટે મજૂોએ સોશિયલ ડિસ્ટનિંગના નિયમોને નેવે મૂકીને  ભારે ગિરદી કરી  હતી જોકે પાછળથી પોલીસે ઘટના સ્થળે ઘસી જઈ ગિરદી નિયંત્રણમાં લઈ મજૂરોને એક લાઈનમાં ઊભા રાખી ટ્રેનની પ્રક્રિયા કરવા જણાવ્યુ હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yoS7iX
via Latest Gujarati News

Post a Comment

0 Comments