
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.2 મે, 2020, શનિવાર
આજે મહારાષ્ટ્રમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણવધુ નોેંધાયું હતું. આકાશમાંથી સૂર્યનારાયણ જાણે કે તેમના બળબળતાં કિરણો પૃથ્વી પર ફેંકતા હોય તેમ વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટનો અનુભવ થયો હતો.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે રાજ્યનું પરભણી સૌથી 'હોટ' સ્થળ રહ્યું હતું અને આજે અહીં મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી જેટલું ધગધગતું નોેંધાયું હતું. સાથોસાથ સોલાપુર- ૪૨.૮, નાંદેડ-૪૧.૮, ચીકલથાણા- ૪૧.૫, જળગાંવ- ૪૩.૬, પુણે-૩૯.૧, નાશિક-૩૮.૯, સાંગલી-૩૮.૨, કોલ્હાપુર-૩૭.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે રાજ્યના પ્રવાસ-પર્યટન સ્થળ માથેરાનમાં પણ મહત્તમ તાપમાન ૩૪.૦ ડિગ્રી નોંધાયું હતું.
આજે મુંબઈના કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૬ અને લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી નોેંધાયું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yu6fSr
via Latest Gujarati News
0 Comments