
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.2 મે 2020, શનિવાર
ચંદ્રપુરમાં અન્ય રાજ્યમાંથી આવેલા ૧૫૦૦ મજૂરોએ તેમના મૂળગામમાં જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવાની માગણી સાથે આંદોલન કરતા તંગદિલી ફેલાઇ ગઇ હતી. જો કે બાદમાં તેમને સમજાવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું.
ચંદ્રપુર-બલલારપૂર રોડ પર પગલબાબ નગર પાસે મેડિકલ કોલેજનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસા, ઝારખંડથી આવેલા મજૂરો અહી કામ કરે છે. લોકડાઉનમાં કામ અને જીવન જરૃરિયાત વસ્તુ કામ અને જીવનજરૃરિયાત વસ્તુ ન મળતા તેઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હોવાનું કહેવાય છે.
બીજી તરફ મજૂરો માટે વિશેષ ટ્રેન અને બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત સાંભળતા તેઓ મૂળ ગામમાં જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આજે સવારે અંદાજે ૧૫૦૦ મજૂર ગામ જવાની માગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે આંદોલન કરતા પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી. પોલીસ, સરકારી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ગત મહિને બાંદરામાં પણ આવી જ ઘટના બની હતી. નવીમુંબઇના આરોપી વિનયદુબેએ અન્ય રાજ્યમાંથી આવેલા મજૂરોને ગામમાં જવાની વ્યવસ્થા કરવા બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો કર્યો હતો. આરોપી દુબેના વિવાદાસ્પદ મેસેજને લીધે અન્ય રાજ્યમાંથી આવેલા મજૂરો ૧૪ એપ્રિલના બાંદરા રેલવે સ્ટેશન બહાર જમા થયા હોવાનો આરોપ થઇ રહ્યો છે. આ મજૂરોએ તેમના ગામમાં જવા વિશેષ ટ્રેન શરૃ કરવાની અને અન્ય માગણી કરી હતી.ય આ કેસમાં વિનય દુબેની ધરપકડ કરાઇ હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bXWLTJ
via Latest Gujarati News
0 Comments