
મુંબઇ, તા.16 મે, 2020, શનિવાર
મહાનગર મુંબઇમાં કોવિડ-૧૯નો ઉપદ્રવ આગામી બે સપ્તાહમાં તેની ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા છે પરંતુ તેના કેસની સંખ્યા ૩૦-૪૦ હજારના આંકને વટાવે તેવી સંભાવના નથી એમ રાજ્યના આરોગ્ય ખાતાના એક અધિકારીએ કહ્યું હતું.
અમારી પાસે પૂરતી સંખ્યામાં હોસ્પિટલ બેડ છે. લગભગ ૭૫ ટકા બેડ સાથે ઓક્સિજન આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને આ તૈયારીઓ કોરોનાના ફેલાવાને અટકાવવામાં સહાયક બનવી જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.
આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે અમે ખરાબમાં ખરાબ સ્થિતિને પણ પહોંચી વળવાની તૈયારી કરી રહ્યા છીએ. મુંબઇ સહિત સમગ્ર રાજ્યમાં અમે બેડની સંખ્યા વધારી રહ્યા છીએ. કેટલાક વર્ગોએ જણાવ્યું હતું તે દરે મુંબઇમાં કેસની સંખ્યા લોકડાઉનને કારણે વધી નથી.
રાજ્ય સરકાર આગામી સોમવારથી ઓરેંજ તથા ગ્રીન ઝોનમાં છૂટછાટો આપવા વિચારે છે પરંતુ રેડ ઝોનમાં નિયંત્રણો હળવા કરવા વિશેનો નિર્ણય કેન્દ્ર તથા રાજ્ય સરકાર વચ્ચેની ચર્ચા બાદ લેવાશે. એમ તેમણે ઉમેર્યું હતું.
મુંબઇમાં શુક્રવારે જણાવાયેલા કોરોનાનાના ૩૪ના મરણાંક બાબતે મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે આમાના દસ જણાના મોત દસથી ૧૨મી મે દરમિયાન થયાં હતા પરંતુ મૃતકોના ટેસ્ટરીપોર્ટ પોઝિટીવ આવતા આ સંખ્યા શુક્રવારે જણાવાયેલા મરણાંકમાં ઉમેરવામાં આવી હતી.
મુંબઇમાં મરણ પામેલા ૩૪ જણ પૈકીના ૧૬ જણાને ડાયાબિટીઝ અથવા હાયપરટેન્શન જેવી અન્ય બિમારીઓ પણ હતી. ૩૪ મૃતકોમાં ૨૧ પુરુષો તથા ૧૩ મહિલાઓ હતી. ત્રણ મૃતકો ૪૦ વર્ષીથી નીચેની વયના હતા. જ્યારે ૧૮ જણા ૪૦થી ૬૦ વર્ષ અને ૧૩ મૃતક ૬૦ વર્ષથી ઉપરની વયના હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/364t4hs
via Latest Gujarati News
0 Comments