મહાનગરપાલિકાએ હવે હોમિયોપથીનું શરણું લીધું: આર્સેનિક એલ્બમ:૩૦ આપો



મુંબઈ, તા. 12 મે, 2020, મંગળવાર

કોરોનાના  આક્રમણને  રોકવા અને નાથવા  મુંબઈ મહાનગરપાલિકાએ   હવે  હોમિયોપથીનો આશરો  લેવાનો  નિર્ણય  કર્યો છે.  આ  પહેલા  પાલિકાએ  હાઈડ્રોક્સી ક્લોરોક્વિનનો અને આયુર્વેદ  ઔષધી ઝીન્ગીવીર- એચ-નો પણ પ્રયોગ કર્યો હતો.

મહાનગર પાલિકાએ  શહેરના જી-નોર્થ  અને કે-વેસ્ટ  વોર્ડના  અધિકારીઓને એક ખાસ  સર્ક્યુલર  પાઠવીને  હોમિયોપથીની 'આર્સેનિકલ એલ્બમ-૩૦'  નામની દવા નાગરિકોને  નિઃશુલ્ક  આપવા જણાવ્યું  છે.  સાથો સાથ કઈ  ઉંમરની  વ્યક્તિએ  આ દવાનો  ડોઝ કેટલી  માત્રામાં  લેવો તેની સૂચના પણ આપી  છે.

ભારત  સરકારના આયુષ  મંત્રાલય  સાથે જોડાયેલી  સેન્ટ્રલ કાઉન્સિલ  ફોર રિસર્ચ  ઈન હોમિયોપથી  (સીસીઆરઅચ) નાં સૂત્રોએ  કોરોનાનાં  દરદીઓની  સારવારમાં  આર્સેનિકમ   એલ્બમ-૩૦  નો પણ  ઉપયોગ કરવા  ભલામણ્  કરી છે.

મહાનગર પાલિકાનાં  એક્ઝિક્યુટીવ  હેલ્થ ઓફિસર  પદ્મજા  કેસકરે  હમણાં  શહેરના  જી-નોર્થ  અને કે-વેસ્ટ  વોર્ડના  અધિકારીઓને પરિપત્ર પાઠવીને  હોમિયોપથીની  આ દવા  કોરોનાનાં  લક્ષણો  ન ધરાવતી હોયતેવી  તમામ વ્યક્તિઓને પણ આપવા સૂચના આપી  છે.  હોમિયોપથીની આ દવાનો ઉપયોગ  કેરળ અને આંધ્રપ્રદેશમાં પણ થયો  છે.  આ બંને  રાજ્યોમાં  કોઈપણ  વ્યક્તિમાં આ દવાની આડઅસર  પણ વરતાઈ  નથી. હવે આ દવા મુંબઈમાંના ક્વોરેન્ટીન સેન્ટરોમાં પણ આપી  શકાયછે. 

જી-નોર્થના આસિસ્ટન્ટ  કમિશનર  કિરણ દીઘાવકરે  એવી માહિતી  આપી હતી કે અમે  સોમવારથી હોમિયોપથીની આર્સેનિકમ એલ્બમ-૩૦  દવા આપવાનું  શરૃ કર્યું હતું.  ખાસ કરીને  સીસીસી-૧ અને સીસીસી-૨(કોરોના વાઈરસ ડિસીઝ કેર સેન્ટર્સ)  માં આપવાનું  શરૃ કર્યું  છે.

બીજીબાજુ  મહારાષ્ટ્ર   હોમિયોપથિક  કાઉન્સિલ  સાથે જોડાયેલા  ડો.અજિત  કુંદેએ  એમ કહ્યું હતું  કે હોમિયોપથીની આર્સેનિકમ  એલ્બમ-૩૦ દવાનો ઉપયોગ રાજસ્થાન, કેરળ,   ગુજરાત,  મધ્ય પ્રદેશમાં  થયો  છે અને તેના  પરિણામ  પણસાનુકૂળ  આવ્યાં  છે.  ઉપરાંત અમે  અમારી  કાઉન્સિલ  દ્વારા પણ  આ દવા ઘણા લોકોને આપી  છે.  આમ  તો કોરોનાની  કોઈ ચોક્કસ દવા કે રસી હજી સુધી નથી શોધાઈ.  આમ છતાં  તેની સારવારમાં  હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને આર્સેનિકલ એલ્બમ-૩૦  આપવાથી  રાહતરૃપ  પરિણામ  આવી  શકે  છે.  આમ તો હાઈડ્રોક્સીક્લોરોક્વિન અને આર્સેનિક  એલ્બમ-૩૦ મેલેરિયાની  સારવારમાં  અપાય  છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cEqu4t
via Latest Gujarati News

Post a Comment

0 Comments