
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ,તા. 3 મે 2020, રવિવાર
વિધાનસભામાંથી વિધાનપરિષદ ઉપર ચૂંટાઈેને મોકલવા માટેની ૯ બેઠકોની ચૂંટણી જાહેર થતા ભાજપના વિધાનસભા ચૂંટણી ૨૦૧૯માં હારેલા અને ઉમેદવારી નહીં મળેલા નેતાઓની આશા જાગી હોવાનું જાણવા મળે છે. જેમાં વરિષ્ઠ નેતા એકનાથ ખડસે, વિનોદ તાવડે, પંકજા મુંડે હર્ષવર્ધન પાટિલ, રણજીતસિંહ મોહિતે પાટિ, ચંદ્રશેખર બાવન કુળેના નામોની ચર્ચા છે.
વિધાનપરિષદના ૯ સભ્યો ૨૪ એપ્રિલ ૨૦૨૦ના દિવસે નિવૃત્ત થયા અને એ કોરોનાના કારણે અચોક્કસ મુદત માટે લંબાવવામાં ઓલી ચૂંટણી શરતો અને નિયમોને આધિન રાખીને ભારત ચૂંટણી પંચ તરફથી ૨૧ મે ૨૦૨૦ના દિવસે લેવાનો નિર્ણય થયો છે.
વિધાનસભામાં ભાજપના ૧-૫ ઇને સમર્થન આપતા એવા કુલ ૧૧૫ સભ્યો છે. અને આ સંખ્યાના કારણે ત્રણ ઉમેદવારોએ સહેજતાથી ચૂંટાઈ આવી શકશે, પણ મહાવિકાસ આઘાડીને સૌધ લગાવવા માટે ચોથો ઉમેદવાર ચૂંટાઈ લાવવાની દ્રષ્ટિથી ભાજપમાં હિલચાલ જોરથી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.
વિધાનસભા ચૂંટણી ૨૦૧૯માં ઉમેદવારીથી દૂર રાખવામાં આવેલા એકનાથ ખડસે, રણજીતસિંહ મોહિતે ાટિલ, વિનોદ તાવડે, ચંદ્રશેખર બાવનકુળે તેમ જ હારી ગયેલા પંકજા મુંડે, હર્ષવર્ધન પાટિલ ફરીથી વિધાનપરિષદ ચૂંટમીના મેદાનમાં ઝંપલાવવાની ફિરાકમાં હોવાનું કહેવાય છે. માધવરાવ ભાંડારી, ગણેશ હાકે, કેશવ ઉપાધ્યે જેવા પ્રવકતાઓ પણ ઉમેદવારી માટે ઈચ્છુક હોવાનું કહેવાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WpLuEO
via Latest Gujarati News
0 Comments