કોરોનાને નાથવા મુંબઈ અને ટોક્યોમાં સર્વતોપરી પ્રયાસ ચાલું છે


મુંબઈ,તા. 3 મે 2020, રવિવાર

 આખી દુનિયા કોરોના મહામારીને હરાવવા જે જોમપૂર્વક ઝઝૂમી રહી છે એ જ દેખાડે છે કે વાયરસને મ્હાત કરવામાં ચોક્કસ સફળતા મળશે, એવો વિશ્વાસ જાપાનના મુંબઈ ખાતેના કોન્સલ જનરલ મિચિઓ હરાડાએ વ્યક્ત કર્યો હતો. 

ભારત સરકારે લોકડાઉન સહિત કોરોનાને હંફાવવા જે પગલાં લીધા છે તેને બિરદાવતા તેમણે કહ્યું કે, ખાસ તો જાપાનના ટોક્યો અને ભારતના મુંબઈ શહેરમાં મહામારીને નાથવા મહામારી સામે સર્વતોપરી ઉપાયયોજના હાથ ધરવામાં આવી છે. એ ખરેખર દાદ આપવા લાયક છે. એટલે નાગરિકોએ ગભરાવાને બદલે આ પ્રયાસોમાં સાથ આપવાની જરૂર છે.

આમ તો દુનિયાના બધા દેશો કોરોના વિરુદ્ધ લડી રહ્યાં છે, પણ ભારતમાં જે રીતે યુદ્ધના સ્તરે પ્રયાસ ચાલી રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે. લોકડાઉનનું લોકો સમજીને પાલન કરે એ જ મારી અપીલ છે.

તેમણે કહ્યું કે લોકડાઉનને લીધે જાપાનના પણ કેટલાંક નાગરિકો મુંબઈમાં અટવાયેલા છે. એ બધાને જાપાન પાછા મોકલવા માટે પણ પ્રયાસ ચાલું છે.       

જાપાનમાં ફસાયેલાં અઢી હજાર ભારતીયો

મુંબઈઃ કોરોનાને નાથવા ભારતની જેમ જાપાનમાં પણ લોકડાઉન અમલમાં છે. લોકડાઉનની સ્થિતિમાં જાપાનમાં અઢી હજાર ભારતીયો ફસાયા છે. આ ભારતીયોએ આજે વિડીયો કોલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે, તેમને વહેલી તકે લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35wz0jc
via Latest Gujarati News

Post a Comment

0 Comments