દેશના લગભગ 12 ટકા થિયેટરો બંધ થવાની શક્યતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.03 નવેમ્બર 2020, મંગળવાર

કોરોના વાયરસના કારણે દેશની અર્થ વ્યવસ્થા ડગમગી રહી છે. મોટા ભાગના કામધંધાઓ બંધ પડી ગયા છે. જેમાં સિનેમાઘરોનો પણ સમાવેશ છે. 

છેલ્લા કેટલાય મહિનાઓથી ફિલ્મના શૂટિંગ બંધ હોવાને કારણે ફિલ્મો રિલીઝ થઇ શકી નથી. ઘણા પ્રોજેકટસ બંધ પડી ગયા હોવાના પણ અહેવાલ છે. પરિણામે થિયેટરોનું અસ્તિત્વ પણ સંકટમાં હોવાનું જણાઇ રહ્યું છે. ઘણા રાજ્યોમાં સિનેમાઘર ખોલ્યા પછી પણ દર્શકો ફિલ્મ જોવા આવતા નથી. 

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ફિક્કી)ના રિપોર્ટના અનુસાર લોકડાઉન દરમિયાન ૧૨ ટકા જેટલા થિયેટરો બંધ થઇ ચુક્યા છે. તો વળી ઘણા રાજ્યોમાં કોરોનાનો પ્રભાવ હજી ઓછો ન થવાથી થિયેટરો ખુલ્લા નથી મુકી શકાયા.એવામાં એવી સંભાવના દેખાઇ રહી છે કે અમુક થિયેટરો ખુલશે જ નહીં. 

દેશનાં લગભગ દસ હજારની આસપાસ થિયેટરો છે. જેમાં સિંગલ સ્ક્રિનની હાલત તો બહુ જ ખરાબ છે. સતત બંધ રહેવાને કારણે કર્મચારીઓને વેતન પણ નથી મળ્યું. જે સિનેમાઘરો ખુલ્યા છે તેને દર્શકો નથી મળી રહ્યા. આ સ્થિતિ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ છે. 

સિનેમાઘરોની તકલીફ નિર્માતાઓએ પણ વધારી દીધી છે.ઘણી ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઇગઇ છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની આવક ઝડપથી વધી ગઇ છે અને થિયેટરો નુકસાનીમાં જવા લાગ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/329p9iP
via Latest Gujarati News

Post a Comment

0 Comments