ખાન ત્રિપુટીનો આત્મવિશ્વાસ ડગી ગયો છે ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 10 નવેમ્બર 2020, મંગળવાર

આમિર ખાન, સલમાન ખાન અને શાહરૂખ ખાન બોલીવૂડના ટોચના કલાકારોની યાદીમાં આવે છે. એક સમય એવો પણ હતો કે તેઓ એક-બીજા સાથે કામ કરતા કતરાતા હતા. પરંતુ હવે તેમની વચ્ચે અચનાક ભાઇચારો થઇ ગયો છે અને એકબીજાની મદદ માટે હાજર રહે છે. ખાન ત્રિપુટીએ હવે એકબીજાની ફિલ્મોમાં કેમિયો કરવાનું શરૂ કર્યું છે. આ પરથી એવી ચર્ચા છે કે, નવી પેઢીના અભિનેતાઓએ તેમનો આત્મવિશ્વાસ ડગાવી દીધો છે.

આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં શાહરૂખ ખાન નાનકડો રોલ કરવા તૈયાર થઇ ગયો. જ્યારે સલમાન ખાને પણ શાહરૂખની ફિલ્મ પઠાનમાં મહેમાન ભૂમિકા ભજવવાની હા પાડી છે. 

ફિલ્મ જોવા માટે દર્શકો આકર્ષાય એટલા માટે જ ટોચના કલાકારોને ફિલ્મોમાં કેમિયો માટે લેવામાં આવતા હોય છે. અભિનેતા પોતાના દમ પર ફિલ્મ સફળ નહીં કરી શકે એવો આત્મવિશ્વાસ ન હોય ત્યારે જ અન્ય ટોચના કલાકારને લેવામાં આવતા હોય છે. 

તો શું આમિર, સલમાન અને શાહરૂખને પોતાના પર વિશ્વાસ નથી રહી ગયો ? શું તેઓ સિતારાઓની નવી પેડીથી ગભરાઇ ગયા છે ? શું તેમને પોતાનું સિંહાસન ડગમગતું લાગી રહ્યું છે ?

કદાચ એટલે જ તેમનામાં ભાઇચારાની લાગણી ઊદભવી છે અને એકબીજાની ફિલ્મમાં નાના-નાના રોલ કરવા રાજી થઇ જાય છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kjUZj0
via Latest Gujarati News

Post a Comment

0 Comments