તેલંગણા કોંગ્રેસના મહિલા નેતા વિજયાશાંતિ ભાજપમાં જોડાય તેવી શક્યતા


હૈદરાબાદ, તા. ૯
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા વિજયાશાંતિ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો શરૃ થઈ છે. વિજયાશાંતિ સાથે છેલ્લાં એક સપ્તાહમાં જ ભાજપના રાજ્યાના મોટા ગજાના નેતાઓએ મુલાકાત કરી હતી.
વિજયાશાંતિએ ૧૯૯૮માં ભાજપ સાથે જ રાજકીય કારકિર્દી શરૃ કરી હતી. એ પછી ટીઆરએસમાં જોડાયા હતા. ૨૦૧૪માં વિજયાશાંતિ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકિટ પર ૨૦૧૪માં ધારાસભાની ચૂંટણી લડી હતી અને એમાં તેમનો પરાજય થયો હતો.
કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ ૨૦૧૯ની ચૂંટણીમાં વિજયાશાંતિને તેલંગણામાં સ્ટાર પ્રચારકની જવાબદારી સોંપી હતી. પરંતુ છેલ્લાં એક વર્ષથી કોંગ્રેસે અવગણના કરી હોવાનું તેમના સમર્થકોએ કહ્યું હતું.
વિજયાશાંતિ છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકમોથી દૂર છે. કોંગ્રેસના પોસ્ટર્સથી લઈને તમામમાંથી એ ગાયબ છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઘણી મહેનત કરી હોવા છતાં એના પ્રચારમાંથી વિજયાશાંતિને દૂર રખાયા હતા.
થોડા દિવસ પહેલાં ખુદ વિજયાશાંતિએ ટ્વિટરમાં એવો સંકેત આપ્યો હતો. ત્યારથી તે ભાજપમાં જોડાતા હોવાની અટકળો શરૃ થઈ હતી. વિજયાશાંતિએ છેલ્લાં દિવસોમાં ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હોવાના અહેવાલો આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ વિજયાશાંતિ સાથે એક કલાક સુધી વાર્તાલાપ કર્યો હતો. એ પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે પણ તેમની મુલાકાત થઈ હતી.
તેલંગણામાં ભાજપ સત્તાધારી ટીએસઆર સામે વિજયાશાંતિને સ્ટાર પ્રચારક અને ફેસ તરીકે મૂકવા ધારે છે એવી અટકળો તેજ બની છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35eNdTd
via Latest Gujarati News

Post a Comment

0 Comments