દીપિકા પદુકોણે તેની કારનો પીછો કરનારા તસવીરકારો સાથે બાખડી પડી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.07 નવેમ્બર 2020, શનિવાર

દીપિકા પદુકોણ હાલમાં જ ધર્મા પ્રોડકશનની ખાર ઓફિસની બહાર જોવા મળી હતી. ત્યાંથી બહાર નીકળ્યા પછી મીડિયા ફોટોગ્રાફર્સ સાથે તેની ખાસ્સી બોલાચાલી થઇ હતી. મામલો એટલો બધો બિચક્યો હતો કે અભિનેત્રીએ તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. 

એક રિપોર્ટના અનુસાર, ફોટોગ્રાફર્સોને લાગ્યું હતુ ંકે, દીપિકા  પોતાના સાસુ-સસરાને ત્યાં જશે, પરંતુ તે ત્યાં જવાની બદલે પાજ લેન્ડ એન્ડ હોટલમાં એક મીટિંગ હોવાથી ત્યાં ગઇ. 

હોટલ પહોંચવાના રસ્તા દરમિયાન દીપિકાની કારના ડ્રાઇવરે જોયું કે થોડા ફોટોગ્રાફર્સ તેની કારનો પીછો કરી રહ્યા હતા. આ પછી દીપિકાની કાર ઊભી રહી હતી અને તેમાંથી તેનો બોડીગાર્ડ બહાર નીકળ્યો હતો. ફોટોગાફર્સોની દીપિકાના બોડીગાર્ડ સાથે બોલાચાલી થઇ હતી. 

આ પછી દીપિકા પણ કારમાંથી નીચે ઊચરી હતી  અને તેમને સમજાવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે વાકયુદ્ધ એટલું ગંભીર થઇ ગયું કે દીપિકાએ લીગલ એકશન લેવાની ધમકી સુદ્ધાં આપી દીધી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JMNLrf
via Latest Gujarati News

Post a Comment

0 Comments