થોડા મહિનાઓથી આલિયા ભટ્ટ 'એન્ઝાઇટી'નો શિકાર બની છે

(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ,તા.29 માર્ચ 2019, શુક્રવાર

માનસિક શાંતિ મેળવવી એ સરળ નથી. ખાસ કરીને અતિ વ્યસ્ત શેડયુલ ધરાવતા લોકો માનસિક તાણનો ભોગ તુરંત  બને છે.બોલીવૂડના ઘણા ટોચના કલાકારો માનસિક તાણનો ભોગ બન્યા છે, જેમાં હવે આલિયા ભટ્ટનો પણ સમાવેશ થયો છે. 

આલિયાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વ્યવસ્થિત ચાલી રહી  છે. જીવનમાં  તે  સફળતાના પગથિયાં ચડી રહી છે. છતાં તેણે તાજેતરમાં કહ્યું હતું કે, તે 'એન્ઝાઇટી'નો ભોગ બની છે. તેને વગર કારણે રડવાનું મન થાય છે. તેણે કહ્યુ હતું કે તે કદી ડિપ્રેશનથી પીડાઇ નથી. પરંતુ છેલ્લા પાંચ મહિનાથી તે એન્ઝાઇટીનો શિકાર બની છે. જોકે તે એમ પણ કહે છે કે, મને એન્ઝાઇટીનો એટેક નથી આવતો પણ હું ઘણી નર્વસ થઇ જાઉં છું. વગર કારણે મને રડવાનું મન થાય છે અને રડયા પછી જ મારું મન હળવું થઇ જાય છે.  

તેણ વધુમાં જણાવ્યું હતું કે, તેની બહેન શાહી ભટ્ટ ડિપ્રેશનનો ભોગ બની ચુકી છે. તેથી તે આ તકલીફથી વાકેફ છે. તે કદી પોતાની કોઇ પણ લાગણીને દબાવાના પ્રયાસ કરતી નથી. 

આલિયાએ વધુમાં કહ્યુ ંહતું કે, તેને ઘણી વખત વગર કારણે રડવાનું મન થાય છે. તે રડી લે પછી  હળવીફુલ થઇ જાય છે. તેણે પોતાની આ તકલીફોને મિત્રો સાથે શેયર કરી છે, તેમણે તેને ધીરજ રાખવાની સલાહ આપી છે. 

આ પૂર્વે દીપિકા પદુકોણ, શાહરૂખ કાન, ઇલિયાના ડિક્રુઝ અને અનુષ્કા શર્મા પણ મેન્ટલ હેલ્થના મહત્ત્વ વિશે પોતાના અનુભવ શેર કરી ચુક્યા છે. તેમણે પણ પોતાની આ સમસ્યાને લોકો સાથે શેયર કરવા પર ભાર મુક્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JQDCtf
via Latest Gujarati News

Post a Comment

0 Comments