ભાજપની વધુ એક યાદી જાહેર: જયાપ્રદાને રામપુરથી ટીકિટ જોશીનું પત્તુ કપાયું


નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019, મંગળવાર

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં અભિનેત્રી જયાપ્રદાને ઉત્તરપ્રદેશની રામપુર સીટ પરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કાનપુર મુરલી મનોહર જોશીનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ સત્યદેવ પચૌરીને ટીકિટ મળી છે.

ભાજપે ઉત્તરપ્રદેશના 29 અને પ.બંગાળના 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વરૂણ ગાંધી પિલીભીત બેઠક, મેનકા ગાંધી, સુલ્તાપુરથી ટીકિટ આપવામાં આવી છે. આ સિવાય ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી રીટા બહૂગુણા જોશી અલાહાબાદથી ટીકિટ આપવામાં આવી છે અને કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાને ગાઝિપુરથી રિપીટ કરાયા છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JI7Lef
via Latest Gujarati News

Post a Comment

0 Comments