કાર્તિક ડેટિંગ કરે છે કે પબ્લિસિટી સ્ટંટ કરે છે ?


મુંબઇ તા.30 માર્ચ 2019, શુક્રવાર

એ લિસ્ટના કલાકારો સ્થાન મેળવી ચૂકેલો અભિનેતા કાર્તિક આર્યન સારા અલી ખાન સાથે ડેટિંગ કરે છે કે અનન્યા પાંડે સાથે એનો અફેર છે એ સમજાતું નથી. જો એ પબ્લિસિટી સ્ટંટ તરીકે આ બંનેનો ઉપયોગ કરી રહ્યો હોય તો એ સ્માર્ટ મૂવ ગણાય.

એ ક્યારેક સારા અલી ખાન સાથે દેખાય છે તો ક્યારેક અનન્યા સાથે ફરતો દેખાય છે. વારાફરતી બંને સાથે કાં તો લંચ કે ડિનર પર અથવા મૂવી જોવા જતો દેખાય છે.  વાસ્તવમાં એ શું કરી રહ્યો છે એની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે. સમર્થનવિહોણા અહેવાલ મુજબ સારા અને અનન્યા વચ્ચે ઝઘડો પણ થઇ ગયો છે. બંનેનો એવો દાવો છે કે એ કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ છે. સત્ય તો માત્ર કાર્તિક જાણે છે.

જો કે આ ત્રણમાંના કોઇએ અફેર કે ઝઘડાના અહેવાલોને સમર્થન કે રદિયો આપ્યા નથી એટલેજ એમના સંબંધ વિશે નિર્ણય કરવાનું મુશ્કેલ બની જાય છે.

થોડા દિવસ અગાઉ કાર્તિક અને કૃતિ સેનનની લૂકાછૂપી ફિલ્મની સફળતાની પાર્ટી હતી ત્યાં પણ અનન્યા પહોંચી ગઇ હતી. એ કાર્તિકની આસપાસ ઘૂમતી જણાઇ હતી. જો કે આ પાર્ટીમાં તો લૂકા છૂપીમાં ન ચમક્યાં હોય એવા પણ ઘણા કલાકારો હાજર હતા. રાજકુમાર રાવ, રિયા ચક્રવર્તી, સની લિયોની વગેરે ઘણાં કલાકારો હાજર હતાં.

એક રસપ્રદ વાત એ છે કે અનન્યા સાથેના એના અફેરની વાત ઊડી ત્યારબાદ એ બંનેને લઇને પતિ પત્ની ઔર વોની રિમેકની જાહેરાત થઇ તેમ સારા સાથેના કાર્તિકના અફેરની વાત જાહેર થયા બાદ ઇમ્તિયાઝ અલીની આ બંને સાથેની ફિલ્મ જાહેર થઇ.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FNHWWd
via Latest Gujarati News

Post a Comment

0 Comments