
મુંબઇ તા.30 માર્ચ 2019, શુક્રવાર
પોતાના વિધાનો દ્વારા નીત નવા વિવાદો સર્જવા માટે પંકાયેલી મોખરાની અભિનેત્રી કંગના રનૌતેે કહ્યું હતું કે હું ફિલ્મોદ્યોગમાં નવી નવી આવી હતી ત્યારે સિનિયર ફિલ્મ સર્જક અને ભૂતપૂર્વ સેન્સર ચીફ પહલાજ નિહાલાનીએ મને અન્ડર ગારમેન્ટ્સ વિના વસ્ત્રો પહેરવાની સલાહ આપી હતી.
જો કે પહલાજે તરત વળતો પ્રહાર કરતાં કહ્યંુ હતું કે હું બોલીશ તો કંગનાને ભારે પડશે. જે જે લોકોએ એને એના સંઘર્ષના દિવસોમાં મદદ કરી હતી એ બધાં વિશે કંગના સતત ખરાબ જ બોલી રહી છે જાણે એ એકલી સજ્જન છે અને બાકી બદ્ધા બદમાશ છે.
કંગનાએ એવો દાવો કર્યો હતેા કે પહલાજે મને આય લવ યુ બોસ નામની એક ફિલ્મની ઑફર કરી હતી. એના ફોટોશૂટ માટે મને ગોઠણ સુધીનાં કપડાં આપવામાં આવ્યાં હતાં. આ વસ્ત્રો પારદર્શક વસ્ત્રના બનેલાં હતાં અને એ પહેરવા અગાઉ મારે અન્ડર ગારમેન્ટ્સ કાઢી નાખવાનાં હતાં.
નિહાલાનીએ કહ્યું કે મેં ત્રણ ગીતો શૂટ કર્યાં હતાં અને જાહેરખબર માટેના શૂટિંગ પાછળ દોઢ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. એ જાહેરખબરના પગલે કંગનાને મહેશ ભટ્ટની ગેંગસ્ટર ફિલ્મ મળી. એ લોકોના ઉપકાર ભૂલીને ગમે તેવાં વિસ્ફોટક વિધાનો કરીને સતત મિડિયાને કેન્દ્રમાં રહેવાના પ્રયાસો કરે છે. એને ખબર નથી કે મારી પાસે પણ એની વિરુદ્ધ ઘણો મસાલો છે. હું બોલીશ તો કંગનાને જવાબ આપતાં ભારે પડશે. એ એવી વ્યક્તિ છે જે પોતાના સંઘર્ષકાળમાં મદદ કરનારા તમામ લોકોની વિરુદ્ધ સતત બોલતી રહી છે. એ કૃતઘ્ન વ્યક્તિ છે.
તેમણે ઉમેર્યું કે મહેશ ભટ્ટની ગેંગસ્ટર ફિલ્મ મળી એટલે એણે મારી ફિલ્મને અધવચ રખડાવી દીધી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKFFLi
via Latest Gujarati News
0 Comments