મોદીએ આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રાબાબુને 'યુ-ટર્ન બાબુ' કહીને મશ્કરી કરી


(પીટીઆઈ) કૂલનૂર, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

એનડીએના પૂર્વ સાથીદાર ચંદ્રાબાબુ ઉપર નિશાન સાધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યુ-ટર્ન બાબુ ગણાવીને કહ્યું હતું કે ચંદ્રાબાબુ ચૂંટણી વાદાને ભૂલી ગયા છે. તેમને આંધ્રપ્રદેશના વિકાસમાં કોઈ જ રસ નથી. આંધ્રપ્રદેશના કૂરનૂલમાં સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ ઉપર નિશાન સાધ્યું હતું. એનડીએ સાથે ગઠબંધન તોડવા મુદ્દે મોદીએ ચંદ્રાબાબુને ટોણો મારતા કહ્યું હતું કે ચંદ્રાબાબુ યુ-ટર્નબાબુ છે.

તેલુગુ દેશમ પાર્ટીની સરકારે આંધ્રપ્રદેશમાં કોઈ જ વિકાસલક્ષી કાર્યો કર્યા નથી એમ કહીને મોદીએ મતદારનો અપીલ કરી હતી કે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં ભાજપને મત આપો.

આંધ્રપ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાવાની છે. વિધાનસભાની ૧૭૫ બેઠકો માટે અને લોકસભાની ૨૫ બેઠકો માટે  મોદીએ મતદારોને કહ્યું હતું કે મને વિશ્વાસ છે આ ચૂંટણીમાં લોકસભાની જેમ વિધાનસભામાં પણ ભાજપનો જ વિજય થશે અને આ રાજ્યની જનતા ડબલ એન્જિન ધરાવતી સરકાર લાવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKsnhC
via Latest Gujarati News

Post a Comment

0 Comments