DMK સાંસદ કનિમોઝીના નિવાસસ્થાને ઇન્કમટેક્સની રેડઃ સમર્થકોનો હોબાળો

નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2019, બુધવાર

DMK સાંસદ કનિમોઝીના નિવાસસ્થાને મંગળવારે મોડી સાંજે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ રેડ પાડી. આ રેડ કનિમોઝીના તૂતીકોરિનના કુરિંચી નગર ખાતેના નિવાસસ્થાને પાડવામાં આવી. અહીંયા ઇન્કમ ટેક્સ ખાતાના 10 અધિકારી તપાસ કરવા પહોંચ્યાં હતાં.

આ રેડ બાદ કનિમોઝીના ભાઇ અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને ચૂંટણી પંચ ઉપર પણ હુમલા કર્યાં. સ્ટાલિને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પંચની મદદથી ડીએમકેનું નામ ખરાબ કરવાનું કામ કરી રહ્યાં છે.

સ્ટાલિને કહ્યું કે તમિલિનાઇ સુંદરરાજનના ઘરે કરોડો રૂપિયા રાખવામાં આવ્યાં છે. એની ફરિયાદ કરવા છતાં તેમના નિવાસસ્થાની તપાસ શા માટે ન કરવામાં આવી? અમે આની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. તેમણે એ પણ કહ્યું કે ભવિષ્યમાં ચૂંટણી પંચને સુધારવાની જરૂર છે.

મામલાની જાણકારી મળતા જ DMK કાર્યકરો કનિમોઝીના નિવાસસ્થાન બહાર જમા થઇ ગયાં અને નારાબાજી પણ કરી. ઉલ્લેખનીય છે કે કનિમોઝી તામિલનાડુની તૂતીકોરિન લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને કનિમોઝીના ઘરે પૈસાની અવરજવરની બાતમી મળી હતી. ઇન્કમ ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર તેમની સાથે ચૂંટણી પંચના અધિકારીઓ પણ મોજૂદ હતાં.

બાદમાં કનિમોઝીએ કહ્યું કે રાતે 8:30 વાગ્યે આઇટી અધિકારીઓએ તેમના ઘરે તપાસ કરવાની અનુમતિ માંગી તો તેમણે વોરંટ જારી કર્યું. જોકે એ માટે એ લોકો તરફથી યોગ્ય જવાબ ન મળ્યો તેમ છતાં તેમણે એજન્સીનો પૂરો સહયોગ આપ્યો.

કનિમોઝીએ કહ્યું કે રાતે 9:30 વાગ્યે તેમને સમન જારી કરવામાં આવ્યું અને ત્યાં જ નિવેદન નોંધવાનું કહેવામાં આવ્યું જે કાયદેસર નથી. તેમણે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓએ સ્વીકાર કર્યો કે તેમના ઘરે કોઇ કેશ કે દસ્તાવેજ મળ્યા નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IDPNaG
via Latest Gujarati News

Post a Comment

0 Comments