એવેન્જર્સ એન્ડગેમ આ સિરિઝની સૌથી લાંબી ફિલ્મ છે


લોસ એંજલ્સ તા.30 માર્ચ 2019, શુક્રવાર

માર્વેલ સિનેમેટિક યુનિવર્સની લેટેસ્ટ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ આ સિરિઝની સૌથી લાંબી ફિલ્મ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

જુદી જુદી વેબસાઇટ્સે આ ફિલ્મ વિશે લખતાં જણાવ્યા મુજબ આ ફિલ્મ ત્રણ કલાક અને બે મિનિટ અથવા 149 મિનિટની છે. સામાન્ય રીતે હોલિવૂડની ફિલ્મો સવા દોઢ કલાકની કે વધુમાં વધુ બે કલાકની હોય છે. જો કે એવેન્જર્સ એન્ડગેમને આ સિરિઝની છેલ્લી ફિલ્મ ગણાવવામાં આવી હતી.

આ માસના આરંભે કોલાઇડરને આપેલા ઇન્ટરવ્યૂમાં માર્વેલના વડા કેવિન ફિજે પણ આ દિશામાં સંકેત આપ્યો હતો. જો કે એણે ફોડ પાડયો નહોતો પરંતુ એમ કહ્યું હતું કે આ ફિલ્મ એની કથાને અનુરૂપ જેટલી લાંબી હોવી જોઇએ એટલીજ લાંબી અમે રજૂ કરવાના છીએ. એની તમે ખાતરી રાખજો. આમ તો દરેક ફિલ્મ પોણા બે કલાકની છે એેવું દર્શકોને લાગવું જોઇએ. અમે દર્શકો કંટાળી ન જાય એની પૂરતી તકેદારી રાખી છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JPYUXI
via Latest Gujarati News

Post a Comment

0 Comments