
ન્યૂયોર્ક / મુંબઇ તા.30 માર્ચ 2019, શુક્રવાર
ઇન્ટરનેશનલ અભિનેત્રી ગણાતી પ્રિયંકા ચોપરા અને નીક જોનસનાં લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની જોરદાર અફવા મનોરંજન ઉદ્યોગમાં ફરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
અલબત્ત, બંનેમાંના કોઇએ આ અફવાને સમર્થન કે રદિયો બંનેમાંથી કશું જાહેર કર્યું નથી. પરંતુ વાત વંટોળિયાની પેઠેે ફેલાઇ હતી. ઓકે નામના મેગેઝિનમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ આ બંને વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા.
હજુ તો ગયા ડિસેંબરમાં રાજસ્થાનના જોધપુર શહેરમાં આ બંને ધામધૂમથી પરણ્યાં હતાં અને ત્યારબાદ એક કરતાં વધુ સ્થળે ભવ્ય રિસેપ્શન્સ પણ યોજાયાં હતાં.
એાકે મેગેઝિને નીકને એમ કહેતાં ટાંક્યો હતો કે શરૂમાં તો મને એમ લાગેલું કે આ બહુ ઠંડા મિજાજની અને ઠરેલ યુવતી છે. પરંતુ લગ્ન પછી બહુ ટૂંકા સમયગાળામાં એ મારા પર રૂઆબ છાંટતી થઇ ગઇ હતી અને પોતે 21 વર્ષની નવયૌવના હોય એવો ફાંકો દેખાડતી હતી. હું તો આ રીતે કોઇ મહિલાથી દબાયેલો રહેવા ટેવાયેલો નથી...
માહિતગાર વર્તુળોને ટાંકીને ઓકે મેગેઝિને એમ પણ લખ્યું હતું કે નીકના કુટુંબીઓ નીકને સમજાવી રહ્યા છે કે હજુ બહુ મોડું થયું નથી, બંને પ્રેમથી છૂટાં પડી જાઓ...
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OBbby3
via Latest Gujarati News
0 Comments