
લોસ એંજલ્સ તા.30 માર્ચ 2019, શુક્રવાર
હોલિવૂડના ટોચના એક્શન સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન 1900ના દાયકાની ન્યૂયોર્કની પોલીસને લગતી કથા ધરાવતી સિરિઝ ટેન્ડરલોઇનનું ડાયરેક્શન કરશે એવું વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
સ્ટેલોન એના એક્ઝિક્યુટીવ પ્રોડયુસરની જવાબદારી પણ સંભાળશે. સન્સ ઑફ એનાર્કી ફેમ સ્ટીફન કે એની સ્ક્રીપ્ટ લખી રહ્યા છે. આ સિરિઝની કથા સત્ય ઘટના પર આધારિત હોવાનો દાવો પણ કરાયો હતો. ચાર્લ્સ બેકર નામના એક ભ્રષ્ટ પોલીસ અધિકારીની વાત કરે છે જેને 1900ની સાલમાં ન્યૂયોર્કની પાડોશમાં આવેલા ટેમેન હૉલમાં પ્રવર્તેલા હિંસક બનાવોને કાબુમાં રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કાળા-ગોરા જૂથો વચ્ચે આ વિસ્તારમાં હિંસક અથડામણો થઇ હતી.
બેકર એકમાત્ર એવો પોલીસ અધિકારી હતો જેને હત્યા માટે મોતની સજા ફટકારવામાં આવી હતી. અન્ય કોઇ પોલીસ ઑફિસરને આજ સુધીમાં એવી સજા કરવામાં આવી નથી.
આ સિરિઝના સર્જકોએ એવી ભાવના પ્રગટ કરી હતી કે સ્ટેલોન જેવા ટોચના અદાકાર સાથે સંકળાવાથી અમે ઉત્તેજિત છીએ. એ આ સિરિઝને જોરદાર બનાવશે અને દર્શકોને આકર્ષવામાં કામિયાબ નીવડશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HOo5Ii
via Latest Gujarati News
0 Comments