૧૯૮૧માં ભારતમાં કેરલ રાજયના એર્નાકૂલમ જિલ્લાના નોર્થ પરવૂર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઇવીએમનો પ્રથમવાર કુલ ૧૨૩ મતદાન મથક માંથી ૫૦ મતદાન મથકો પર ઉપયોગ થયો હતો. જે મતદાન મથકના મતદારોએ ઇવીએમથી મત આપવાનો હતો તેમને ઘરે ઘરે જઇને ઇવીએમથી કેવી રીતે મત આપવો તે અંગે સમજ આપવામાં આવી હતી. નોર્થ પરવૂરની આ પેટાચૂંટણીમાં કૉગ્રેસના એ.સી જોસ અને સીપીઆઇની શીવાન પિલ્લાઇ મુખ્ય પ્રતિસ્પર્ધી હતા.
ઇવીએમ વિશે લોકો જાણે અને સમજે તે માટે ચૂંટણીપંચનો આ પ્રથમ પ્રયોગ હતો. એ સમયે યુથ કોંગ્રેસ લિડર પીસી ચાકો પરવૂર વિધાનસભા ક્ષેત્રના ઇલેકશન કેમ્પેઇન ઇન્ચાર્જ હતા. આ પેટાચૂંટણીનું પરીણામ આવ્યું ત્યારે કેરલ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના ઉમેદવાર જોસનો ૨૦૦૦ મતોથી પરાજય થયો હતો. પરાજય થવાની સાથે જ સ્થાનિક કૉગ્રેસ કાર્યકરોએ ઇવીએમથી પડેલા મતોની વિશ્વસનિયતા અંગે શંકા કરી હતી.
કૉગ્રેસના પરાજીત ઉમેદવાર ઇવીએમ મશીનના મતોને લઇને હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.છેવટે જોસે સુપ્રિમ કોર્ટમાં રિપ્રેઝન્ટેશન ઓફ પબ્લીક એકટ હેઠળ ઇવીએમના પરીણામો અંગે વાંધા અરજી કરતા આ ૫૦ મતદાન મથકો પર બેલેટ પેપરથી ફરી મતદાન થયું હતું. જો કે ત્યાર પછી પણ વિજેતા ઉમેદવારના પરીણામમાં ફેરફાર થયો ન હતો.૧૯૮૨માં પારાવુરની વિધાનસભા ચુંટણીમાં ઇવીએમ મશીનનો પ્રથમવાર ઉપયોગ થતા સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું. આમ ભારતીય રાજકારણમાં હાર માટે ઇવીએમનો વાંક કાઢવાની પ્રથા ખૂબજ જુની છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TBVIi4
via Latest Gujarati News
0 Comments