
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.29 માર્ચ 2019, શુક્રવાર
કોંગ્રેસમાં બે દિવસ પહેલા પ્રવેશ કરનારી બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને ઉત્તર મુંબઇ લોકસભા મતદાર ક્ષેત્રથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસે તેમની ઉમેદવારી જાહેર કરી છે. આથી ભાજપમાં વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટી અને કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકર વચ્ચે ટક્કર થશે.
ઉત્તર મુંબઇ લોકસભા મતદાર ક્ષેત્ર ભાજપનો ગઢ મનાય છે અને રોપાલ શેટ્ટીની જન પ્રતિનિધિ તરીકે ઉત્કૃષ્ટ કામગીરીને લીધે કોંગ્રેસના એકપણ નેતા તથા ભૂતપૂર્વ મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમ પણ હટી ગયા હતા. આ બેઠક પરથી અગાઉ નિરૂપમ ચૂંટાઇને આવ્યા હતા. પણ વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ગોપાલ શેટ્ટી સામે જોરદાર હાર સહન કરવી પડી હતી. આ બેઠક માટે કોંગ્રેસને કોઇપણ ઉમેદવાર મળતો ન હોવાથી આખરે બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસે ઉમેદવારી આપી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ બેઠક પરથી અભિનેતા ગોવિંદા પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડયા હતા ત્યારે ગોવિંદાએ ભાજપના સીનિયર નેતા રામનાઇકને પરાજિત કર્યા હતા. આથી કોંગ્રેસે અભિનેત્રી ઉભી કરી હોવાનું સૂત્રોએ જમાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uBDa7H
via Latest Gujarati News
0 Comments