
કોવિડ-૧૯ના આતંકે નાણાકીય કટોકટી સર્જી છે. તેમાં જણાવવાનું કે સોનાના દાગીના તથા જ્વેલરી ઉદ્યોગમાં નવો ફણગો ફુટયો છે કે લકઝરી સામાનની સૌથી મોટી ફ્રેન્ચ કંપની (એલવીએમએચ)એ ટીફની કંપનીને ૧૬ બીલીયન ડોલરમાં ખરીદવાનો કોન્ટ્રાકટ કર્યો હતો તેમાંથી છટકી જવા માંગે છે અને આ કોવિડ-૧૯ના બહાના હેઠળ આ સૌદો કેન્સલ કરવા ગલ્લાતલ્લા કરીને સમય પસાર કરે છે આ બન્ને કંપની વચ્ચેની લેવડ-દેવડ ૨૪મી નવેમ્બર ૨૦૨૦ પહેલા થઈ જવાની હતી. પણ બન્ને કંપનીઓ વચ્ચે ડીલીવરીની તારીખ નક્કી ન થતા ટીફની કંપનીને ફ્રેંચ કંની હસ્તગત નહીં કરે તો તેની સામે કેવાપગલાં ભરવા તેનો વિચાર કરી રહી છે. આ બન્ને કંપનીના કરાર વચ્ચે જ્વેલરી બજારમાં ઐતિહાસિક ઘટાડો થતાં નવી તકરાર ઊભી થવાની શક્યતા છે. ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જણાવે છે કે અમેરિકાની જ્વેલરીની માંગ ૨૦૧૯ના વર્ષની તુલનાએ ૨૦૨૦ના બીજા કવાર્ટરમાં ૩૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો સૌથી મોટી મહત્વના વર્તુળમાં જણાવાયો છે અને ઉમેરે છે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જ્યારથી આવા જ્વેલરીના ડાટાની નોંધ રાખવાનું શરૂ ક્યું છે તેમાંનો આ એક મોટો ઘટાડો છે.
સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ઉછાળો
કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ ૪થી ૧૦ સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન કુલ રૂ.૧,૬૯,૮૨૨.૩૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદામાં રૂ.૧,૬૨,૮૮૧.૫૩ કરોડ, બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફ્યુચર્સમાં રૂ.૧,૦૬૦.૩૨ કરોડ, ઓપ્શન્સ ઈન ગુડ્સમાં રૂ.૪૪.૯૩ કરોડ અને ઓપ્શન્સ ઓન ફ્યુચર્સમાં રૂ.૫,૮૩૫.૫૧ કરોડનાં કામકાજનો સમાવેશ થાય છે.સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો આવ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનમાં સુધારા સામે સીપીઓ અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો.સપ્તાહ દરમિયાન કીમતી ધાતુનો ઈન્ડેક્સ એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૮૯૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૨૭૧ અને નીચામાં ૧૫,૭૫૫ના મથાળે અથડાઈ, ૫૧૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૬૫ પોઈન્ટ વધી ૧૬,૨૨૮ના સ્તરે બંધ થયો હતો.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mkhfvq
via Latest Gujarati News
0 Comments