(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.30 માર્ચ 2019,શનિવાર
કરીના કપૂર ખાન હાલ અક્ષય કુમાર સાથેની ' ગુડ ન્યુઝ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ત્યાર પછી તે ઇરફાન ખાન અભિનિત 'હિંદી મીડિયમ ' ફિલ્મની સિકવલમાં કામ કરવાની કરે છે, તેવી ચર્ચા છે. કરીના જલદી જ આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ કરે તેવી શક્યતા છે.
સૂત્રની વાત સાચી માનીએ તો કરીના કપૂર ખાન આ ફિલ્મમાં કેમિયોમાં જોવા મળશે. જોકે વાત એવી પણ છે કે, કરીના આ ફિલ્મમાં મહિલા પોલીસની ભૂમિકા ભજવશે જે મહત્વનું પાત્ર હશે. સૂત્રના જણાવ્યા પ્રમાણ ે આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં વિદેશમાં શરૂ થવાનું છે.
કરીના આ શૂટિંગમાં મ ે માસમાં જોડાય તેવી શક્યતા છે. કરીના પોતાની ૧૯ વરસની કારકિર્દીમાં પ્રથમ વખત પોલીસની ભૂમિકા ભજવશે. ' હિંદી મીડિયમ' સિકવલનું નામ હવે 'ઇગ્લિશ મીડિયમ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા હવે વિદેશમાં આગળ વધવાની છે, તેથી નિર્માતા-દિગ્દર્શકે આ ફિલ્મના શિર્ષકમાં બદલાવ કર્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HXrlAF
via Latest Gujarati News
0 Comments