નવી દિલ્હી, તા. ૨૭
કોંગ્રેસની લઘુતમ આવક યોજના અંગે ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવકુમારને નોટિસ ફટકારી છે.
ચૂંટણી પંચે પોતાની નોટિસમાં જણાવ્યું છે કે રાજીવકુમારે લઘુતમ આવક યોજના અંગે ટિપ્પણી કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો છે. ચૂંટણી આચારસંહિતા દરમિયાન સરકારી અધિકારી સરકારને ટેકો જાહેર કરી શકે નહીં.
ચૂંટણી પંચે રાજીવકુમારને બે દિવસની અંદર નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. રાજીવકુમારે સોમવારે પોતાના ટ્વિટર પર રાહુલ ગાંધી દ્વારા જાહેર કરવામાં આવેલી કોંગ્રેસની લઘુતમ આવક યોજનાની ટીકા કરી હતી.
રાજીવકુમારે સોમવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે કોંગ્રેસે ૧૭૧માં ગરીબી હટાવો, ૨૦૦૮માં વન રેન્ક વન પેન્શન અને ૨૦૧૩માં ફૂડ સિક્યુરિટી બિલ રજૂ કરવાનું વચન આપ્યું હતું. પણ કોંગ્રેસે આ વચન ક્યારેય પૂર્ણ થયા નથી.
તેવી જ રીતે ફરી એક વખત કોંગ્રેસે લઘુતમ આવક યોજનાનું વચન આપ્યું છે જે ક્યારેય પૂર્ણ થવાનું નથી. રાજીવકુમારે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે જાહેર કરેલી લઘુતમ આવક યોજના પૂર્ણ કરવા માટે જીડીપીના બે ટકા અને બજેટના ૧૩ ટકાની જરૃર પડે.
રાહુલે આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ૧૨,૦૦૦થી ઓછી માસિક ધરાવતા કુંટુબોને ૬૦૦૦ રૃપિયા સુધીની સહાય આપવામાં આવશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OtfvPS
via Latest Gujarati News
0 Comments