BSFમાંથી બરતરફ કરાયેલો જવાન મોદી સામે વારાણસીમાંથી ચૂંટણી લડશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર

 લશ્કરમાં જવાનોને અપાતા નીચલી ગુણવત્તાના ભોજનનો વિડીયો બનાવી તેને વાયરલ કરનાર અને ત્યાર પછી સુરક્ષા દળમાંથી સસ્પેન્ડ કરાયેલો મ્જીખ  નો જવાન પોતાનો આક્રોશ ઠાલવવા  ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી વડા પ્રધાન મોદી સામે લોકસભાની ચૂંટણી લડશે.' હું  અપક્ષ ઉમેદવાર તરીકે વડા પ્રધાન મોદી સામે વારાણસીમાંથી લોકસભાની ચૂંટણી લડીશ'એમ હરિયાણાના રેવાડીમાં તેજ બહાદૂર યાદવે પત્રકારોને કહ્યું હતું.

યાદવે કહ્યું હતું કે સુરક્ષા દળમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે હું ચૂંટણી લડીશ' મેં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ મને જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મારી પ્રાથમિકતા સુરક્ષા દળોને મજબૂત બનાવવાની અને સેનામાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાની રહેશે'એમ તેમણે કહ્યું હતું.યાદવે ૨૦૧૭માં તેને આપવામાં આવેલા ભોજનનો  વિડીયો સોશિયલ મિડીયામાં અપલોડ કર્યો હતો જે ખૂબ વાયરલ થયેલો.

 તેણે જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પાસે પર્વતીય સ્થળે સેનાના જવાનોને કડકતી ઠંડીમાં પણ કેવું ખાવાનું અપાય છે તેનો વિડીયો વાયરલ કરેલો. જો કે આ 'અપરાધ' બદલ તેને શિસ્તભંગના આરોપસર સેનામાંથી બરતરફ કરવામાં આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CKd4DK
via Latest Gujarati News

Post a Comment

0 Comments