
મુંબઇ, તા. 26 માર્ચ 2019, મંગળવાર
ઉત્તર મુંબઇ લોકસભા બેઠકથી કોંગ્રેસ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને ઉમેદ્દવાર બનાવી શકે છે. રાજકીય વર્તુળોમાં આ પ્રકારની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહીં છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે સંજય નિરૂપમને દિલ્હી બોલાવ્યાં છે.
મુંબઇની 6 લોકસભા બેઠક માટે ચોથા તબક્કામાં 29મી એપ્રિલે મતદાન થવાનું છે. જો કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને ટિકિટ આપે છે તે તેની સીધી ટક્કર બીજેપીના વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થસે. આ બેઠક બીજેપીનો ગઢ માનવામાં આવે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WuAy7D
via Latest Gujarati News
0 Comments