
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019 મંગળવાર
લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં 17 દિવસથી પણ ઓછો સમય બાકી છે. આવા મહત્વપૂર્ણ સમયમાં આવેલા બે અલગ-અલગ સર્વેના પરિણામોમાંથી સત્તામાં બીજીવાર પાછા ફરવાના પ્રયાસોમાં લાગેલી ભાજપ માટે મુશ્કેલીની સ્થિતિ પેદા થઈ શકે છે.
તાજેતરના સર્વે અનુસાર 543 લોકસભા ક્ષેત્રોમાંથી 534 ક્ષેત્રના મતદાતા મોદી સરકારના કામકાજથી ખુશ નથી. ભાજપની સૌથી મોટી મુશ્કેલી એ છે કે બંને સર્વેમાં બેરોજગારીને સૌથી મોટો મુદ્દો માનવામાં આવ્યો છે. જેને વિપક્ષ પાર્ટીઓ જોર-શોરથી ઉઠાવી રહી છે.
એક સ્વતંત્ર NGO એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)એ 534 લોકસભા ક્ષેત્રોમાં સર્વેના આધારે દાવો કર્યો છે કે જનતાની નજરમા મોદી સરકારનુ પ્રદર્શન 5માંથી 3 ટકાથી પણ ઓછુ રહ્યુ છે. આનું આકલન મતદાતાઓના 31 પ્રાથમિકતાવાળા મુદ્દાને આધાર બનાવીને કરવામાં આવ્યો છે.
એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)એ સમગ્ર દેશના 2.73 લાખ મતદાતાઓની વચ્ચે આ સર્વે ગત વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે કર્યો હતો. આમાં મતદાતાઓની સામે તેમની મનગમતી રાજકીય પાર્ટીને મત આપવો કે વર્તમાન સરકારને જાળવી રાખવા જેવા મુદ્દા રાખવામાં આવ્યા નથી. આ સર્વેનો દાવો છે કે મતદાતાઓએ આતંકવાદ અને સુરક્ષાનાવિષયોની જગ્યાએ રોજબરોજની જિંદગી સાથે જોડાયેલી વાતોને જ પ્રાથમિકતા આપી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGtlJW
via Latest Gujarati News
0 Comments