ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ કરતા રામભક્ત બની ગયા: સ્મૃતિ ઇરાની


નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019, મંગળવાર

કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ અમેઠીમાં આયોજીત એક જનસભામાં કોંગ્રેસ પાર્ટી અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનારા આજે રામભક્ત બનીને ફરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે હંમેશા દેશની તિજોરી સાફ કરવાનું કામ કર્યું છે પરંતુ હવે ગરીબનો દિકરો ચોકીદાર બનીને ઉભો છે.

જ્યારે પુલવામા હુમલા અને ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇને લઇને પણ સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યું કે, કોણે વિચાર્યું હતું કે પુલવામા હુમલા બાદ કોંગ્રસ પાર્ટી પાકિસ્તાન સાથે ઊભી થઇ જશે. કોણે વિચાર્યું હતું કે, રાહુલા ગાંધીના ગુરુ સામ પિત્રોડા કહેશે કે હિંદુસ્તાનમાં તો આવી ઘટનાથી લોકો મરતા રહે છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JGMCBb
via Latest Gujarati News

Post a Comment

0 Comments