
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019, મંગળવાર
મહારાષ્ટ્રમાં લોકસભાના ચૂંટણી પ્રચાર માટેની કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નવજોતસિંહ સિદ્ધૂની બાદબાકી થઇ છે. કોંગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેઓ મહારાષ્ટ્રમાં પહેલા અને બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર કરશે.
આ યાદીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહનસિંહ અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાંથી નવજોતસિંહ સિદ્ધૂની બાદહબાકી થઇ છે. તેથી સિદ્ધૂ મુંબઇમાં પ્રચાક કરી શકશે નહી.
જો કે, કોંગ્રેસ તરફથી ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર કરવામાં આવેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધૂને સ્થાન મળ્યું છે. ઉત્તરપ્રદેશમાં નવજોતસિંહ સિદ્ધૂ સિવાય પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરેંદ્રસિંહને પણ સામેલ કરવામાં આવ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FyJPol
via Latest Gujarati News
0 Comments