આસમાન ફાટે તો પણ કામ કરીને દેખાડીશુ: રાહુલ ગાંધી


જયપુર, તા. 26 માર્ચ 2019, મંગળવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનના સુરતગઢ અને જયપુરમાં ચૂંટણી સભાઓને સંબોધી. સભાને સંબોધિત કરતા તેમણએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે, અમે દેશમાં ગરીબી મીટાવવાનું કામ કરીશું, નરેન્દ્ર મોદીની સરકારે ગરીબોને મીટાવવાનું કામ કર્યું છે. સમગ્ર હિંદુસ્તાનમાં ન્યાય થશે, કંઇ પણ થઇ જાય, આસમાન ફાટી જાય, કોઇ ફરક નથી પડતો. અમે કામ કરીને દેખાડીશું.

પોતાના સંબોધનમાં તેમણે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 હિંદૂસ્તાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં એક હિંદુસ્તાન અમીરોનું અને બીજુ ગરીબોનું હશે, પરંતુ કોંગ્રેસ આવું થવા નહી  દે. ઝંડો એક છે તો દેશ પણ એક જ હશે. અમે બે હિંદુસ્તાન બનવા દેશું નહી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં 25 કરોડ લોકો આજે પણ ગરીબી રેખા નીચે છે જે દેશ માટે શરમની વાત છે. તેમણે દેશના 20% ગરીબ પરીવારોને વર્ષિક 72 હજાર આપવાની વાતની જાહેરાતને દેશમાં ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી કહ્યું કે, કોંગ્રેસ દેશમાં ગરીબી મીટાવશે. તેમણે કહ્યું જો મોદી અમીરોને પૈસા આપે તો કોંગ્રેસ પાર્ટી ગરીબોને પૈસા આપશે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCTIm9
via Latest Gujarati News

Post a Comment

0 Comments