ભાજપના બાગી નેતા શત્રૃઘ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાશે


નવી દિલ્હી, તા. 26 માર્ચ 2019, મંગળવાર

બિહારના પટના સાહિબથી સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના બાગી નેતા શત્રૃઘ્ન સિન્હા 28 માર્ચે કોંગ્રેસમાં સામેલ થશે. ભાજપમાંથી પત્તુ કપાયા બાદ ભાજપ છોડવાના તેમણે સંકેત આપ્યા હતા.

કોંગ્રેસના ચૂંટણી અભિયાન સમિતિના ચેરમેન અખિલેશ પ્રસાદ સિંહે જણાવ્યું કે, શત્રૃઘ્ન સિન્હા સત્તાવાર રીતે 28 માર્ચે કોંગ્રેસમાં સામેલ થશે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શત્રૃઘ્ન સિન્હા 28 માર્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે અને કોંગ્રેસ પાર્ટી તેમને પાટના સાહિબથી ચૂંટણી લડાવશે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TwRIzy
via Latest Gujarati News

Post a Comment

0 Comments