
બેંગાલુરૃ, તા.24 માર્ચ, 2019, રવિવાર
કર્ણાટકના જનતાદળ(સેક્યુલર) ધારાસભ્ય કે.એમ. શિવલિંગે ગૌડાએ આજે ચૂંટણી રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મત માગનારાઓને લોકોએ લાફો મારવો જોઇએ. ઉપરાંત ધારાસભ્યએ લોકોને વડાપ્રધાન પર પથ્થરમારો કરવાની સલાહ પણ આપી હોવાનો ભાજપનો આક્ષેપ છે.
કર્ણાટકની અર્સિકેરે વિધાનસભાના ધારાસભ્ય કે.એમ. શિવલિંગે ગૌડાએ ચૂંટણી રેલી દરમિયાન લોકોને સંબોધતા કહ્યું હતું કે મોદીએ લોકોને વચન આપ્યું હતું કે તેઓ સ્વિસ બેંકમાં રહેલું ભારતનું કાળુ ધન પરત આવશે પરંતુ તેઓ આ કામ કરી શક્યા નથી.
કાળા ધનની રક્મમાંથી ભારતના પ્રત્યેક નાગરિકને રૃપિયા ૧૫ લાખ ચૂકવવામાં આવશે તેવો વાયદો પણ તેમણે કર્યુ હતો પરંતુ તેઓ આ વાયદો પૂરો કરી શક્યા નથી. તેથી મોદી-મોદી નારો લગાવી તેમના નામે મત માગવા તમારી પાસે કોઇ આવે તો તેને જોરથી થપ્પડ મારો.
ધારાસભ્યના આ વિવાદિત નિવેદન અંગે કર્ણાટક ભાજપના પ્રવક્તા એસ. સુરેશ કુમારે નિવેદન આપ્યું છે કે આવા નિવેદનથી ધારાસભ્ય ગૌડાએ વડાપ્રધાન વિરૃધ્ધ હિંસા ભડકાવી છે.
વડાપ્રધાન પર પથ્થરમારો કરવાની સલાહ પણ લોકોને આપી છે. ભૂતકાળમાં પણ ઘણાં નેતાઓ આ પ્રકારના વાંધાજનક નિવેદનો આપી ચૂક્યા છે. આ પ્રકારના નિવેદનો વડાપ્રધાન પ્રત્યેની તેમની નફરત પ્રદર્શિત કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WfVxus
via Latest Gujarati News
0 Comments