અખિલેશ યાદવ પિતા મુલાયમસિંઘની આઝમગઢ બેઠક પરથી ઝૂકાવશે


લખનૌ, તા.24 માર્ચ, 2019, રવિવાર

સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ આગામી લોકસભા ચૂંટણી એમના પિતા મુલાયમસિંઘ યાદવના પૂર્વ ઉત્તરપ્રદેશમાં આવેલા આઝમગઢ મતવિસ્તારમાંથી લડશે. હાલમાં આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા મુલાયમસિંઘ યાદવ, યાદવ પરિવારના ગઢ ગણાતા મેઇનપુરીમાંથી ઉભા રહેશે.

સપાના ચૂંટણી-સાથી માયાવતીએ પોતે ચૂંટણી નહિ લડવાનાં હોવા વિષે કરેલી જાહેરાતના દિવસો પછી સમાજવાદી પક્ષે આ ઘોષણા  કરી છે.અખિલેશ યાદવ આ સહુ પ્રથમવાર પૂર્વ યુપીમાંથી ઉભા રહેશે. ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ત્રીજીવાર કાન્નૌજ બેઠક પરથી જીત્યા હતા. એમણે ૨૦૧૨માં યુપીના મુખ્યપ્રધાન બનતા બેઠક ખાલી કરી હતી. એમના પત્ની અને વર્તમાન સાંસદ ડિમ્પલ યાદવ કાન્નૌજ બેઠક પરથી ચૂંટણી લડશે.

ચૂંટાવા માટેનું સલામત સ્થળ હોવાથી આઝમગઢ મતવિસ્તારની પસંદગી કરવામાં આવી છે.૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પૂર્વ યુ.પી.માં હુકમનો એક્કો બની રહ્યો હતો, છતા મુલાયમસિંઘ યાદવ ૬૩,૦૦૦ મતોની લીડથી આઝમગઢ બેઠક જીત્યા હતા. આ મતવિસ્તારમાં વધુ મતદારો મુસ્લિમ અને યાદવ જૂથના છે, જે સમાજવાદી પક્ષની મુખ્ય મતબન્ક છે.

છેક ૧૯૮૯થી આઝમગઢ લોકસભા બેઠક પર કા મુસ્લિમ અથવા યાદવ ઉમેદવાર જીતતા રહ્યા છે. ૨૦૧૪ ચૂંટણીમાં આઝમગઢમાં સપા અને બસપાએ સંયુક્તપણે ૬૩ ટકાથી વધુ મતો મેળવ્યા હતા. એ ચૂંટણીમાં તત્કાલીન સાંસદ અને ભાજપ ઉમેદવાર રમાકાંત યાદવે લગભગ ૨૯ ટકા મત મેળવ્યા હતા.

અખિલેશ યાદવના ચૂંટણી લડવાના નિર્ણયથી ઉત્તરપ્રદેશના સપા - બસપાના મહાગઠબંધનની નિરાળી કાર્યશૈલી પણ સપાટી પર તરી આવી છે. બહુજન સમાજ પક્ષના વડા માયાવતીએ થોડા દિવસો અગાઉ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પોતે રાજ્યભરમાં પક્ષનો વ્યાપક પ્રચાર જ કરવા માગતા હોવાથી પોતે ચૂંટણી લડશે નહિ.

બસપાના સૂત્રોએ જણાવ્યું કે માયાવતી પોતાને ચૂંટણીમાં એક બેઠક પર કેન્દ્રિત કરી રાખવા માગતાં નથી. એમણે જો કે ભવિષ્યમાં સંસદીય ચૂંટણી લડવાની શક્યતાને નકારી કાઢી નથી.

જો કે સમાજવાદી પક્ષ અને અજિત સિંઘના રાષ્ટ્રીય લોક દળ (રાલદ)ની વ્યૂહરચના અલગ છે. બંને પક્ષોના વડા અને જાણીતા નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. રાષ્ટ્રીય લોકદળનાં અજિત સિંઘ અને એમનો પુત્ર જયંત ચૌધરી પશ્ચિમ યુ.પી.ની બેઠકો પરથી લડી રહ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HB2wLi
via Latest Gujarati News

Post a Comment

0 Comments