મતદારોની આંગળીએ ચિહ્ન કરવા શાહીની 26 લાખ બોટલ મંગાવાઇ


(પીટીઆઇ) નવીદિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવા માટે રૃા.૩૩ કરોડના ખર્ચે ભૂંસી શકાય નહિ એવી શાહીની ૨૬ લાખ બોટલનો ઓર્ડર કર્યો છે.

દેશમાં સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી તા.૧૧ એપ્રિલે શરૃ થઇ તા.૧૯ મેએ પૂરી થશે. ૨૦૧૪ની ચૂંટણી માટે આ વર્ષ કરતાં ૪.૫ લાખ બોટલ ઓછી એટલે કે ૨૧.૫ લાખ બોટલ ખરીદવામાં આવી હતી.

કર્ણાટક સરકાર હસ્તકનો ઉદ્યોગ માયસોર પેઇન્ટસ એન્ડ વાર્નિશ લિ., ચૂંટણીપંચ માટે ભૂંસી શકાય નહિ એવી શાહી બનાવનાર એક માત્ર સત્તાવાર ઉત્પાદક છે. માયસોર પેઇન્ટસના મેનેજિંગ ડાયરેકટર ચંદ્રશેખર ડોડ્ડામણિએ જણાવ્યું કે ચૂંટણી પંચ તરફથી કંપનીને ૧૦ સીસી (ક્યુબિક સેન્ટિમીટર -ઘન સેં.મી.)ની એક એવી ૨૬ લાખ નાની શીશીનો ઓર્ડર મળ્યો છે, જે અંદાજે રૃા.૩૩ કરોડમાં પડશે.

 આ વર્ષની ચૂંટણીમાં અંદાજે ૯૦ કરોડ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. આ માટે ચૂંટણી પંચ દેશમાં લગભગ ૧૦ લાખ મતદાન મથકો ઉભા કરશે.૧૯૬૨માં ચૂંટણી પંચે, કાયદા મંત્રાલય, નેશનલ ફિઝિક્લ લેબોરેટરી અને રાષ્ટ્રીય સંશોધન વિકાસ નિગમે સાથે એકઠા થઇને સંયુક્ત પણે માયસોર પેઇન્ટસ સાથે લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓ માટે ભૂસી શકાય નહિ એળી શાહી પૂરી પાડવાનો કરાર કર્યો હતો. ત્યારથી આ કંપની ભારતમાં યોજાતી ચૂંટણીઓ માટે શાહી પૂરી પાડે છે.

એક શીશીમાં ૧૦ સી.સી. એટલે કે એક મિલિલીટર શાહી સમાય છે. માયસોર પેઇન્ટસ વિશ્વભરના ૩૦ થી વધુ દેશોમાં ભૂંસી શકાય નહિ એવી શાહીની નિકાસ કરે છે. નોટબંધી પછી તુર્ત, બેન્કોમાં જમા થયેલી શંકાસ્પદ રકમની ચકાસણી માટે, ખરાબ નોટો બદલાવતા ગ્રાહકો પર નિશાની કરવા માટે, ભૂંસી શકાય નહિ એવી શાહી બેન્કોને પૂરી પાડવા માટે માયસોર કંપનીને જણાવાયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JAK9Ij
via Latest Gujarati News

Post a Comment

0 Comments