
(પીટીઆઇ) લાહોર, તા.24 માર્ચ, 2019, રવિવાર
જેલમાં પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને કિડનીમાં વધુ તકલીફ ઊભી થતાં તેમની તબીયત બગડતી જતી હોવાનું તેમના પરિવારે શરીફની મુલાકાત લીધાના બીજા દિવસે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું.
દેશના આંતરિક મંત્રાલયમાંથી મંજૂરી લીધા પછી કોટ લખપત જેલમાં શરીફના અંગત તબીબ અદનાન ખાન સાથે મુલાકાત લીધા પછી પાકિસ્તાન મુસ્લિમ લીગના વડાની પુત્રી મરિયમ શરીફે ટ્વિટ કરીને કહ્યું હતું.
૬૯ વર્ષના શરીફને અલ અઝીઝીયા સ્ટીલ મીલ કેસમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પિતાને મળ્યા પછી મરિયમે ટ્વિટ કરીને લખ્યું હતું કે 'મારા પિતાની કિડનીની બીમારી ત્રીજા તબક્કા સુધી પહોંચી ગઇ છે અને તેમને બગલમાં ખૂબ જ દુ:ખાવો થાય છે.'ગઇ કાલે કરાયેલા તેમની લોહીના ટેસ્ટમાંથી જાણવા મળ્યું હતું કે તેમની કિડનીને કામગીરી કરવામાં ખૂબ તકલીફ પડે છે'.
મરિયમે એમ પણ લખ્યું હતું કે અમે અધિક મુખ્ય સચિવને પત્ર લખી વિનંતી કરી હતી કે નવાઝની બીમારીની સારવાર માટે જેલમાં કોઇ નિષ્ણાંતને મોકલવામાં આવે અને તેમના અંગત ડોકટરની હાજરીમાં મૂળ સમસ્યાનો ઇલાજ કરે.
તેઓ બંને શરીફને જેલમાં બે કલાક સુધી મળ્યા હતા જે દરમિયાન નેતાને કહેવામાં આવ્યું હતું કે તમારા લોહના નમુના લઇને તેને ટેસ્ટ માટે મોકલી અપાયા હતા. શરીફે કિડનીમાં થતી પીડાની પણ બંનેને જાણ કરી હતી.
દરમિયાન પીએમએલ-નવાઝના કાર્યકરો જેલની બહાર ભેગા થયા હતા અને મરિયમના આગમન પછી તેની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.તેમણે રસ્તા પર મૂકેલા અવરોધોને પણ દૂર કર્યા હતા, પરંતુ મરિયમે વિનંતી કરતાં પાછા ત્યાં જ મૂકી દીધા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TUGFFi
via Latest Gujarati News
0 Comments