કનૈયા કુમાર બિહારમાં બેગુસરાયથી CPIની ટિકિટ પર ચૂંટણી લડશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર

જવાહરલાલ નહેરૃ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થી નેતા કનૈયા કુમારને બિહારની બેગુસરાય બેઠક પરથી ભારતીય સામ્યવાદી પક્ષના  લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી હતી. બિહારમાં રચાયેલા મહાગઠબંધનમાં સામ્યવાદી પક્ષને સ્થાન નહીં મળતા અંતે કુમાર માટે બેગુસરાયની બેઠક છોડી દેવામાં આવી હતી.

મહાગઠબંધનના એક ભાગરૃપે કુમાર માટે એક બેઠક મેળવવાની આશા રાખનાર ભારતીય સામ્યવાદી પક્ષે હવે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

'કનૈયા કુમાર બેગુસરાયમાંથી અમારો ઉમેદવાર હશે.માર્ક્સવાદી લેનિનવાદીએ પણ અમને ટેકો આપવા વચન આપ્યું હતું'એમ પક્ષના વરિષ્ઠ નેતા ડી.રાજાએ કહ્યું હતું. કુમાર ઉપરાંત સીપીઆઇ અન્ય બે ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારશે જેમના નામ કેન્દ્રીય નેતૃત્વ ફાઇનલ કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.મહાગઠબંધનના બેઠકોની વહેંચણીના એક ભાગરૃપે બિહારમાં સૌથી મોટા ડાબેરી પક્ષ ભારતીય સામ્યવાદી પક્ષ(માર્કસિસ્ટ-લેનિનવાદી), લિબરેશન (સીપીઆઇ-એમએલ)ને રાષ્ટ્રીય જનતા દળ-રાજદ-ના ક્વોટામાંથી બેઠક મળી હતી.

બેગુસરાયમાં કુમારનો મુકાબલો ભાજપના વિવાદાસ્પદ નેતા ગિરિરાજ સિંહ સામે થશે જેઓ ઉચ્ચ વર્ણના ભૂમિહાર નેતા છે.અગાઉ તેઓ નવાદામાંથી સાંસદ બન્યા હતા. 

આ વખતે માંડ માંડ તેમને ટિકિટ મળી છે એ પણ અન્ય બેઠક પરથી.કનૈયા કુમાર ૨૦૧૬માં જેએનયુના એક કાર્યક્રમ પછી ખૂબ લોકપ્રિય બની ગયા હતા. તેમની વિરૃધ્ધ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવાનો અને રાષ્ટ્રદ્રોહનો કેસ કરાય હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U6gxGU
via Latest Gujarati News

Post a Comment

0 Comments