
(પીટીઆઇ) લંડન, તા.24 માર્ચ, 2019, રવિવાર
યુરોપીયન સંઘમાંથી નીકળી જવાની બ્રેક્ઝિટ પ્રક્રિયામાં નિષ્ફળ જતાં બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે પર તેમના જ પક્ષના સાંસદો દ્વારા ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું. માધ્યમોના અહેવાલ અનુસાર, અસંતુષ્ઠ મંત્રીઓ અને સાંસદો આગામી સંસદની ત્રીજી બેઠકમાં વિવાદાસ્પદ વિડ્રોઅલ કરારને ટેકો આપવા બદલ મેને પદ પરથી રાજીનામું આપીને ભારે કિમંત ચૂકવવા પરજ પાડશે.તેમની જગ્યાએ રખેવાળ વડા પ્રધાન તરીકે તેમના જ નાયબ ડેવિડ લિડિંગટ્નને નિમાય એવું મનાય છે.
જો કે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા આવી તમામ અટકળોને ફગાવી દેવામાં આવી હતી અને ખૂદ લિડિંગટને પણ મેની પડખે જ ઊભા રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે હુ એક સો ટકા વડા પ્રધાન મેની સાથે જ છું.'આ વડા પ્રધાન અંગેની વાત નથી. માત્ર વડા પ્રધાન બદલવાથી કંઇ ફેર નહીં પડે.
સરકારના પક્ષને બદલવાથી પણ કંઇ નહીં થાય'એમ તમામ સાંસદોને મેની સાથે રહેવાની હાકલ કરનાર યુકે ચાન્સેલર ફિલિપ હેમંડે કહ્યું હતું. કથિત લોકમતની માગ માટે શનિવારે લંડનના રસ્તાઓ પર લાખો લોકોએ કરેલી માર્ચ પછી બીજા લોકમત અંગે પૂછાતા તેમણે કબુલ્યું હતું કે યુરોપીયન સંઘની બ્રિટનના સભ્યપદ અંગે બીજી વખત લોકમત અંગે વિચાર કરવો જોઇએ.
'આ એક વિવાદાસ્પદ ઘડી છે જેની પર અન્ય મુદ્દાઓની દરખાસ્તની સાથે સાથે આ મુદ્દાની પણ વિચારણા કરવી જરૃરી છે'એમ આ વરિષ્ઠ મંત્રીએ કહ્યું હતું.કન્ઝર્વેટિવ પાર્ટીમાં નેતૃત્વનો નવો વિવાદ એક સપ્તાહ વહેલો આવી ગયો છે જ્યાં બુધવારે આમ સભામાં મેના ડાયવર્સ કરારના વિકલ્પ માટે સર્વપક્ષીય સાંસદોનું એક જુથ બ્રેક્ઝિટની પ્રક્રિયા અંગે વધુ નિયંત્રણ ગુમાવે એવું મનાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2urLXc4
via Latest Gujarati News
0 Comments