કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન આતંકી અઝહર મસૂદના જમાઇ : યોગીનો કટાક્ષ


લખનઉ, તા.24 માર્ચ, 2019, રવિવાર

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ લોકસભાની ચૂંટણીના પ્રચારનો આરંભ કરી દીધો છે. તેમણે સહારનપુરમાં ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા સાથે આરોપ લગાવ્યો હતો કે સહારનપુરમાં કોંગ્રેસે જે ઇમરાન મસૂદને ટિકિટ આપી છે તે આતંકી અઝહર મસૂદનો જમાઇ છે. 

યોગીએ બાદમાં સવાલ ઉઠાવ્યો હતો કે જનતાએ નક્કી કરવાનું છે કે તેમણે ભાજપને જીત અપાવવી છે કે આતંકી મસૂદના જમાઇને? કોંગ્રેસે સહારનપુર બેઠક પર ઇમરાન મસૂદને ટીકીટ આપી છે. જોકે તેને અને આતંકી અઝહર મસૂદને કોઇ સંબંધ નથી. કટાક્ષમાં યોગી  આદિત્યનાથે આ નિવેદન આપ્યું હતું.

સાથે યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે વિપક્ષો આતંકીઓને બિરિયા આપી હતી જ્યારે મોદી સરકારે ગોળીઓ ખવડાવી હતી. જે રીતે આતંકી ઓસામા બિલ લાદેનને મારવામા આવ્યો હતો તેવી જ રીતે અઝહર મસૂદને પણ મારવામાં આવશે. યોગીએ સાથે અખિલેશ યાદવ અને માયાવતીના સપા-બસપાના ગઠબંધન અંગે પણ ટોણો માર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે લોકો માત્ર ૩૭-૩૮ બેઠકો પર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેઓ વડા પ્રધાન બનવાના સપના જોઇ રહ્યા છે. 

યોગી આદિત્યનાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અંગે પણ પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું હતું કે તમે જોયું હશે કે રાહુલ ગાંધી એક મંદિરે જ્યારે પૂજા માટે બેઠા હતા ત્યારે એવું લાગતુ હતું કે તેઓ નમાઝ માટે બેઠા છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસના ઇમરાન મસૂદ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભાજપે અહીંના રાઘવ લખનપાલને ટિકિટ આપી છે. યોગીએ જણાવ્યું હતું કે કેટલાક પક્ષોએ આતંકીઓને બિરિયાની ખવડાવી હતી જ્યારે મોદી સરકાર પાસે એક જ દવા છે અને તે છે ગોળીઓ અને બોમ્બ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TtFWpt
via Latest Gujarati News

Post a Comment

0 Comments