
આત્મઘાતી હુમલાખોર અને પાકિસ્તામાં રહેલા સાગરિતો સાથે વર્ચ્યુઅલ સીમકાર્ડથી સંપર્કમાં હતો
નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર
કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાની તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલામાં સંડોવાયેલા આતંકીઓ વર્ચ્યુઅલ સીમકાર્ડના માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા. આ સીમકાર્ડ અમેરિકન ટેલિકોમ કંપનીઓ દ્વારા અપાયા હોવાથી ભારત આ કાર્ડના માલિકો વિશે જાણકારી મેળવવા અમેરિકન ટેલિકોમ કંપનીઓની મદદ લેશે.
વર્ચ્યુઅલ સીમકાર્ડ એ અમેરિકામાં થોડા સમયથી પ્રચલિત કોન્સેપ્ટ છે. જેમાં ફોનમાં વાસ્તવિક સીમકાર્ડ નાંખવાની જરૃર રહેતી નથી. સ્માર્ટફોનમાં ટેલિકોમ કંપનીની વર્ચ્યુઅલ સીમકાર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.
જેના આધારે કંપની ગ્રાહને ફોન નંબર આપી દે છે અને તેના આધારે ફોન કોલ્સ, મેસેજ, વ્હોટ્સએપ્પ, ફેસબુક સહિતની સુવિધાઓ પણ મળી રહે છે. આત્મઘાતી હુમલો કરનારો અલી દર અને હુમલાનો માસ્ટરમાઇન્ડ મુદસ્સીર ખાન વર્ચ્યુઅલ સીમકાર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા તેવું તપાસમાં બહાર આવ્યું છે.
૧૪મી ફેબુ્રઆરીના રોજ પુલવામામાં સી.આર.પી.એફ.ના જવાનોને લઇને જઇ રહેલા વાહનોના કાફલાના માર્ગમાં વિસ્ફોટકો ભરેલી કારમાં રહેલા સ્યુસાઇડ બોમ્બર આદિલ અહેમદ દરે આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં સી.આર.પી.એફ.ના ૪૦ જવાનો શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીર પોલીસ અને એન.આઇ.એ. સહિતની કેન્દ્રીય તપાસ એજન્સીઓ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. જેમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર હુમલામાં સંડોવાયેલા આતંકીઓ એકબીજાના સંપર્ક માટે વર્ચ્યુઅલ સીમકાડનો ઉપયોગ કરતા હતા.
આ આતંકીઓના મોબાઇલ નંબર આગળા +૧ કોડ લાગેલો છે. અને મોબાઇલ સ્ટેશન આંતરરાષ્ટ્રીય સબસ્ક્રાઇબર ડિરેક્ટરી નબ્મર પ્રમાણે આ ફોન નંબર અમેરિકન ટેલિકોમ કંપની દ્વારા ઇશ્યૂ કરાયેલા સીમકાર્ડના છે.
તપાસ એજન્સીઓ આ અમેરિકન કંપનીઓનો સંપર્ક કરી કાર્ડ કોના નામે ઇશ્યૂ કરાયા છે તેની જાણકારી મેળવશે. જો કે એજન્સીઓ વાકેફ છે કે નકલી ડોક્યુમેન્ટના આધારે આ વર્ચ્યુઅલ સીમકાર્ડ મેળવાયા હશે પરંતુ આઇ.પી. એડ્રેસ સહિતની કેટલીક વિગતોના આધારે મૂળ આરોપી સુધી પહોંચી શકાશે તેવું તપાસ અધિકારીઓનું માનવું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YjCgdD
via Latest Gujarati News
0 Comments