દેશમાં રોજગારી અને કૃષિ ક્ષેત્રે મહાસંકટની સ્થિતિ : સામ પિત્રોડા

ખેડૂતોને તેમના પાકના ટેકાના ભાવ નથી મળી રહ્યા, વિજ્ઞાાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પણ કોઇ જ વિકાસ નથી થયાનો આરોપ 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર

કોંગ્રેસમાં મેનિફેસ્ટો તૈયાર કરવાની કમીટીના સભ્યોમાં સામેલ સામ પિત્રોડાએ જણાવ્યંુ હતું કે આ લોકસભાની ચૂંટણીમાં રોજગારીના મુદ્દાને લઇને કોંગ્રેસ પોતાનો અવાજ વધુને વધુ ઉઠાવશે અને સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલા આ જ મુદ્દે કામ કરવાના પ્રયાસો કરશે કેમ કે હાલ દેશ નોકરીની એક ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યો છે. 

ગાંધી પરિવારમાં સલાહકાર અને ઇન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના વડા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે રોજગારી ઉપરાંત કૃષી ક્ષેત્રે પણ અમે વધુ ધ્યાન આપીશું. હાલ દેશમાં રોજગારી અને કૃષી ક્ષેત્રે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે અને આ બે મુદ્દાઓ પર અમે સૌથી પહેલા કામગીરી કરીશું. 

પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધીની આ લોકસભાની ચૂંટણીમાં બહુ મોટી અસર થશે. ગયા મહિને પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તર પ્રદેશના જનરલ સેક્રેટરી પદે ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે પિત્રોડાને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ એવા ક્યા મુદ્દાઓને લોકસભાની ચૂંટણીમાં ઉઠાવશે કે જે લોકોને વધુ અસર કરે, જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રોજગારી, રોજગારી અને રોજગારી.

દેશ આજે રોજગારીની ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યો છે. વર્તમાન સરકારે કોઇ જ રોજગારી ઉભી નથી કરી, જે રોજગારી હતી તેને પણ આ સરકારે છીનવી લીધી છે. તેથી હવે મોટો પડકાર એ છે કે કેવી રીતે રોજગારી ઉભી કરવી. રોજગારી છીનવી લેવાનું એક કારણ નોટબંધી અને જીએસટી છે, જો રોજગારી પર ધ્યાન ન અપાયું તો એક મોટુ સંકટ ઉભુ થશે. 

કૃષી ક્ષેત્રે વાત કરતા પિત્રોડાએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને તેના પાક.ના ટેકાના ભાવ નથી મળી રહ્યા જેને પગલે તેઓની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. રાજીવ ગાંધીની સરકારમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવવાનો શ્રેય પણ પિત્રોડાને આપવામાં આવે છે, તેમને આ ક્ષેત્રે થયેલી કામગીરીના આર્કિટેક માનવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારના રાજમાં વિજ્ઞાાન અને ટેક્નોલોજી ક્ષેત્રે કોઇ જ વિકાસ નથી થયો. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને તૈયાર કરનારા જે ૧૯ સભ્યોની કમીટી છે તેમાં સામ પિત્રોડાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પિત્રોડા નોલેજ કમિશન પર કામ કરી ચુક્યા છે સાથે તેમણે કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારમાં નેશનલ ઇનોવેશન કાઉન્સિલની પણ સ્થાપના કરી હતી. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OkJIjY
via Latest Gujarati News

Post a Comment

0 Comments