
નવી દિલ્હી, તા.14 સપ્ટેમ્બર 2019, શનિવાર
રોડ પર વાહનોની સંખ્યા વધવાની સાથે અક્સ્માતો તથા તેનાથી થતા મોતનું પ્રમાણ વધી રહયું છે ત્યારે નવો મોટર પરીવહન એકટ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ પાડવામાં આવ્યો છે. નવો મોટર વાહન કાનુન લાગુ પાડવામાં આવતા લોકોમાં વાહનોના કાગળ અને ડ્રાઇવિંગ લાયસન્સને લઇને જાગૃતિ જોવા મળી રહી છે. પોલ્યુશન સર્ટિફિકેટ માટે રોજ પ્રદૂષણ તપાસ માટે આવનારી ગાડીઓની સંખ્યામાં વધારો થયો છે. જો કે આ નવા ટ્રાફિક એકટમાં દંડની ભારે રકમના કારણે દેશમાં ઉહાપોહ મચી ગયો છે.
લાયસન્સ, ધ્વની પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ તથા ઓવર સ્પીડિંગ જેવી બાબતો અત્યંત ગંભીર હોવા છતાં તેના માટેના દંડની રકમ નકકી થઇ છે એ સોશિયલ મીડિયામાં કોમેન્ટનો વિષય બની છે. અમેરિકા, યુકે તથા નોર્વે જેવા દેશમાં ટ્રાફિક નિયમ ભંગનો ભારે દંડ વસૂલવામાં આવે છે પરંતુ ત્યાં લોકોને વાહન ચલાવવા બાબતે હાઇવે પર હાડમારી પણ વેઠવી પડતી નથી. આપણે ત્યાં રોડ પરની મુસાફરી દરમિયાન સગવડના નામે મીડું અને રસ્તાઓની ખસ્તા હાલત રહેતી હોવાથી લોકોને દંડ અકારો લાગશે એવી સ્થિતિનું નિર્માણ થઇ રહયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઓડિશાના સંબલપુરમાં નવા મોટર પરીવહન એકટ હેઠળ લોકોને દંડવાનું શરુ પણ થઇ ગયું છે. આ દંડની રકમ ચોંકાવનારી અને સામાન્ય માણસની આંખ ફાડી નાખે તેવી છે.નવા પરીવહન એકટ હેઠળ એક ટ્રક પર ભારવહન,લાયસન્સ તથા રજીસ્ટ્રેશન જેવા ગુના સબબ કુલ ૬૫૩૧૦૦ રુપિયા દંડ થયો હોવાનું બહાર આવ્યું છે. આવી જ એક બીજી ઘટના ઓડિશાના ભુવનેશ્વરમાં બની છે જેમાં નશો કરીને રીક્ષા ચલાવતા એક ડ્રાઇવરને ૪૭૫૦૦ રુપિયા દંડ ફાડયો છે. આ ઉપરાંત તેની પાસે લાયસન્સ, રજીસ્ટ્રેશન તથા વાહનના યોગ્ય પુરાવા ન હતા.
એટલું જ નહી નવા મોટર વાહન અધિનિયમ હેઠળ નાગાલેન્ડમાં ૬૫૩૦૦૦નો દંડ થયો હોવાનું જાણવા મળે છે. જેમાં ધ્વની પ્રદૂષણ, વાયુ પ્રદુષણ, ઓવર લોડ સહિતના અનેક નિયમ તોડવાનો સમાવેશ થાય છે. ડ્રાઇવર માલ વાહક ગાડીમાં ૨૦૧૪થી વગર લાયસન્સ અને વગર ઇન્યોરન્સથી ટ્રક ચલાવતો હોવાથી પોલીસે ટ્રકને જપ્ત કરી છે. નવા મોટર વાહન એકટ હેઠળ પોલીસે નવી દિલ્હીમાં એક ટ્રક ડ્રાઇવરને ઓવર લોડિંગ બદલ ૨.૫૦ લાખની દંડ પાવતી ફાડી હતી. પોલીસે આ ગાડી મુકરબા ચોકથી ભલસ્વા તરફ જતી હતી ત્યારે આ પાવતી ફાડી હતી. (તસ્વીર -પ્રતિકાત્મક છે)
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZXiJDh
via Latest Gujarati News
0 Comments