નવી દિલ્હી, તા. 3. નવેમ્બર, 2019 રવિવાર
અયોધ્યામાં રામ મંદિર પરના ચુકાદા પહેલા અયોધ્યાના મુસ્લિમોએ વધારાની પોલીસ સુરક્ષાની માંગણી કરી છે.
મુસ્લિમોએ માંગણી કરી છે કે, અયોધ્યામાં કેન્દ્રીય અર્ધસૈનિક સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવે.જોકે મુસ્લિમ પ્રતિનિધિઓએ પોલીસ અને તંત્ર પર પુરો ભરોસો હોવાનુ પણ કહ્યુ છે.
ફૈઝાબાદના વહિવટીતંત્ર સાથે મુસ્લિમ આગેવાનોની એક બેઠક યોજાઈ હતી.જેમાં આગેવાનોએ કહ્યુ હતુ કે, અમને પ્રશાસન પર ભરાસો છે અને આ વિસ્તારમાં શાંતિ રહેશે તેવી અમને આશા છે.આ વિસ્તારમાં જો અર્ધલશ્કરી દળોને તૈનાત કરાય તો લોકો વધારે સુરક્ષા અનુભવશે.
બીજી તરફ પોલીસનુ કહેવુ છે કે, પહેલેથી જ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં પોલીસ ટુકડીઓની તૈનાતી કરાઈ છે.આ સીવાય સીઆરપીએફની પણ ટીમોનો બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે.અયોધ્યાની શાંતિ કોઈ પણ સંજોગોમાં ભંગ નહી થાય.
બીજી તરફ યોગી આદિત્યનાથે પણ પોતાના મંત્રીઓને આ મુદ્દે કોઈ પણ પ્રકારની નિવેદનબાજી નહી કરવા માટે સખત ચેતવણી આપી છે.યોગીએ કહ્યુ છે કે, એવુ કોઈ નિવેદન કોઈ મંત્રી ના આપે જેનાથી કોઈ વિવાદ પેદા થાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PIVhUQ
via Latest Gujarati News
0 Comments