બ્રિટિશ કોમેડિયન ઈયાન કોગ્નિટોનું સ્ટેજ પર પર્ફોર્મ કરતી વખતે અવસાન


(પીટીઆઈ) લંડન, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

વરિષ્ઠ હાસ્યકાર ઈયાન કોગ્નિટોનું લંડનમાં એક હાસ્ય નાટક ભજવતી વખતે સ્ટેજ પર નિધન થયું છે. ૬૦ વર્ષીય ઈયાનને તેમના જાતિવાદી કૃત્યોના કારણે ખૂબ ટીકાઓનો સામનો કરવો પડયો હતો.

હાસ્ય માટેના 'ટાઈમ આઉટ એવોર્ડ'ના વિજેતા ઈયાન એટિક બારમાં પર્ફોર્મન્સ આપી રહ્યા હતા તે વખતે બિમાર પડયા હતા અને મેડિકલ સુવિધા મળે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. ઈયાન જેના માટે પર્ફોર્મ કરી રહ્યા હતા તે સમારંભના આયોજક રાયન મોલ્ડે જણાવ્યા મુજબ ગુરુવારે ઈયાન કોમેડી કરતી વખતે અચાનક જ બીમાર પડયા હતા અને મૃત્યુ પામ્યા હતા. 

મોલ્ડે જણાવ્યા મુજબ ઈયાન કોમેડી કરતી વખતે અચાનક જ માથું અને હાથ પાછળ નાંખીને બેસી ગયા હતા અને તેમના ખભા ખેંચાયેલા હતા. તેમની સાથે રજૂઆત કરી રહેલા લોકોને થોડીક મિનિટો માટે ઈયાન રમૂજ કરી રહ્યા હોવાનું લાગ્યું હતું પરંતુ ત્યાર બાદ કશુંક અનિચ્છનીય લાગતા તેમની મદદ માટે પાસે ગયા હતા અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.

કોગ્નિટોએ ૧૯૮૫ના ગાળામાં સ્ટેન્ડ અપ કોમેડીની શરુઆત કરી હતી અને જાતિવાદી અભિગમોના કારણે તેમની ગણના બ્રિટનના સૌથી પ્રતિબંધીત કોમિકમાં થતી હતી. ૧૯૯ની સાલમાં તેમનેે સ્ટેન્ડ અપ કોમેડી માટે 'ટાઈમ આઉટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IjXseQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments