
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર
સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક હાલમાં વૈશ્વિક આઉટેજનો સામનો કરી રહી છે. ભારતમાં ફેસબુકના ડેસ્કટોપ વર્ઝનનો ઉપયોગ કરતા કેટલાક વપરાશકર્તાઓએ રવિવારે થોડા સમય માટે મુશ્કેલીનો સામનો કર્યો હતો. જો કે ફેસબુકની મોબાઈલ એપ યોગ્ય રીતે કામ આપી રહી હતી.
ફેસબુકની સમસ્યાની માહિતી આપનારી વેબસાઈટ ડાઉન ડિટેક્ટના જણાવ્યા મુજબ રવિવારે બપોર બાદ ભારતીય વપરાશકારોએ ફેસબુક ડાઉનનો અનુભવ કર્યો હતો. પરંતુ અહેવાલ મુજબ યુએસ, મલેશિયા અને તુર્કીના લોકોએ ફેસબુકમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કર્યો હતો.
તકનીકી ખામીના કારણે ફેસબુક ઉપરાંત વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના વપરાશકર્તાઓને પણ તેના ઉપયોગ વખતે સમસ્યાનો અનુભવ થયો હતો. જો કે થોડા સમયમાં જ વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ યોગ્ય રીતે કામ કરવા લાગ્યા હતા. આની સરખામણીએ ગત મહિને ફેસબુકમાં બહુ મોટી ખામી સર્જાઈ હતી. તે વખતે ફેસબુક ઉપરાંત વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની સેવાને ખૂબ અસર પહોંચી હતી. જો કે ત્યારે ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના વપરાશકર્તાઓએ ટ્વિટર પર આ સમસ્યાની ચર્ચા કરીને પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IE8NG3
via Latest Gujarati News
0 Comments