અમેરિકાના ટાઇમ્સ સ્કવેર ખાતે હજારો લોકોએ ટર્બન ડે મનાવ્યો: અનેક લોકોએ પાઘડીઓ બાંધી


(પીટીઆઇ) ન્યુયોર્ક, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

વિશ્વના સૌથી પ્રખ્યાત ચાર રસ્તાના ચોક એટલે કે ટાઇમ્સ સ્કેવર ખાતે અનેક રંગની શીખ સંસ્કૃત્તિની ઝલક જોવા મળી હતી જ્યારે  પ્રવાસીઓ અને ન્યુયોર્કના હજારો લોકોને શીખ સમુદાયે પાઘડીઓ પહેરાવીને શીખ ધર્મ અંગે જાગૃત્તિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ વાર્ષિક દિવસે શીખ સંગઠનોએ  કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડયાના સહયોગથી વાર્ષિક ટર્બન ડે 'ધી શીખસ ઓફ ન્યુયોર્ક'ની ઉજવણી કરી હતી. જોગાનુજોગ આ વખતનો ટર્બન ડે ગુરૃ નાનકની ૫૫૦મી જન્મ જયંતી અને બૈશાખીનો તહેવારના દિવસે ઉજવાયો હતો.

 ન્યુયોર્કના  નાયબ કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા, શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે કોન્સ્યુલેટે ગુરૃ નાનકના ૫૫૦માં જન્મ દિનની ઉજવણી ગુરૃબાનીથી કરી હતી. બૈશાખી તેમજ ગુરૃ નાનકની ૫૫૦મી જન્મ જયંતીના એક ભાગ રૃપે ચાલુ વર્ષે કોન્સ્યુલેટ પણ ધી શીખ્સ ઓફ ન્યુયોર્ક ઓન ટર્બન ડેમાં જોડાયું હતું.' આ એક મહાન માહોલ અને  વાતાવરણ છે અને આવેલા લોકો ખૂબ જ ખુશ જણાય છે'એમ કાર્યક્રમમાં જોડાઇ પાઘડી પહેરીને આવેલાસિંહાએ કહ્યું હતું.

' શીખ ધર્મ અંગે જાગૃત્તિ ફેલાવવા તેમજ ગુરૃ નાનકજીના વૈશ્વિક બંધુત્વ તેમજ માનવતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો આના થી સારો કયો દિવસ હોઇ શકે'એમ તેમણે કહ્યું હતું.

 શીખ ધર્મ અને શીખ ઓળખ અંગે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે ૨૦૧૩માં બરૃચ કોલેજ ખાતે ટર્બન ડેની શરૃઆત કરવામાં આવી હતી.શીખ્સ ઓફ ન્યુયોર્કના સહ-સ્થાપક ચાનપ્રિત સિંહે કહ્યું હતું કે સાત વર્ષથી ઉજવવામાં આવતા ટર્બન ડેમાં ભાગ લેનારાઓની સંખ્યામાં  દર વર્ષે વધારો જ થતો જાય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GgCvxK
via Latest Gujarati News

Post a Comment

0 Comments