ફાયનાન્શિયલ ઇન્ટેલીજેન્સ ઓફ ઇન્ડિયામાં સ્ટાફની અછત : કૌભાંડો ઉકેલવામાં મુશ્કેલી


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.14 એપ્રિલ, 2019, રવિવાર

દેશની ઉચ્ચ કક્ષાની નાણાકીય ગુપ્તચર સંસ્થા ફાયનાન્શિયલ ઇન્ટેલીજેન્સ ઓફ  ઇન્ડિયા (FIU)ને સ્ટાફની ખેંચની સમસ્યા નડી રહી છે જેના કારણે ટેક્સ ક્રાઇમને પકડવામાં અને મની લોન્ડરિંગ વિરોધી કેસને સમજવામાં મુશ્કેલી પડે છે અને આગામી વર્ષે ભારતની વૈશ્વિક સમીક્ષા સંકટમાં મૂકાઇ શકે છે. ઉપરાંત વર્ષ ૨૦૨૦માં ભારતના કેસ પર સૌથી વધુ અસર તો FIU  માં ખાસ નિષ્ણાતોની કમીના કારણે પડી શકે છે.

 દેશની આર્થિક ચેનલમાં નકલી ચલણી નોટો શોધવામાં, આતંકી ભંડોળ નાથવામાં, મની લોન્ડરિંગ રોકવામાં અને કરચોરી જેવા ગંભીર ગુનાઓની માહિતી ભેગી કરે છે, અન્યો સુધી પહોંચાડે છે અને તેનું પૃથકકરણ કરવા માટે FIU  એક રાષ્ટ્રીય એજન્સી છે.એક સત્તાવાર પત્રમાં કહેવામાં આવ્યું હતું કે  FIU  દર વર્ષે સ્ટાફની અછતને પહોંચી વળવા માટે કોન્ટ્રેક્ટ ધોરણે બહારથી લોકોને નોકરી પર રાખે છે.

'સ્ટાફની, અધિકારીઓને અને સાધનોની અછત જેવા  ગંભીર પડકારો છતાં  FIU  ખૂબ જ પ્રતિબધ્ધતાથી તેની ફરજ બજાવે છે અને દેશની સેવા કરે છે'એમ તાજેતરમાં FIU  એ કેન્દ્રના નાણા મંત્રાલયને મોકલેલા એક અહેવાલમાં કહ્યું હતું.

FIU ને શંકાસ્પદ વ્યવહારના રેકોર્ડ ૧૪ લાખ રિપોર્ટ મળ્યા હતા જે ગયા દાયકા કરતાં ૨૦૧૭-૧૮ દરમિયાન ૧૪૦૦ ટકા વધારે હતા. નાણા મંત્રાલયે કહ્યું હતું કે  ભારતના મની લોન્ડરિંગ  અને આંતકી ફંડની તપાસ માટે આગામી વર્ષે વૈશ્વિક સમીક્ષા કરાશે. 

FIU માં અત્યંત મહત્તવના  સ્ટાફમાં  અછતના કારણે ભારતને નકારાત્મક ટીપ્પણી મળી શકે છે અને કરચોરીના ગુનાઓ અને કરચોરો સામે અસરકારક કામ કરનાર દેશ તરીકેની નામના ગુમાવી શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v6nhWW
via Latest Gujarati News

Post a Comment

0 Comments